પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ મોવી ગામે બસ સ્ટેન્ડ પાસે પરષોતમ મોતીસિંગ વસાવાની દુકાન આવેલ છે. જે દુકાન પાસે નેત્રંગના મોહસીન હકીમ પઠાણ અને તેનો છોકરો પોતાની ગાડીમાં રાજપીપપળા તરફથી આવી દુકાનની બાજુમાં જ પીકઅપ બસસ્ટેન્ડમાં પાણીના પનીયારા પાસે પેશાબ કરતા હતા. તેમને પાછળના ભાગે પેશાબ કરવાનું જણાવ્યું હતું. ત્યારે અચાનક ઉશ્કેરાટમાં આવીને જાતિવિષયક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગાડીમાંથી લાકડી, હોકી અને લોખંડના પાઈપ જેવા મારક હથિયારો કાઢીને માર મારી અને તોડફોડ કરીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા. આ બાબતે રાજપીપલા પો.સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ થતાં પોલીસે આગળની તપાસ હાથધરી હતી.
મોવી ગામે થયેલ માથાકુટના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા હતા. જેમાં નેત્રંગ તાલુકા બીટીપી-બીટીએસના આગેવાનોએ આરોપીઓને ધરપકડ, મારી નાંખવાની ધમકી અને રાજકીય કિન્નાખોરી રાખી ખોટા કેસો કરાવા બાબતે નેત્રંગ મામલદારને આવેદનપત્ર આપવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ નેત્રંગના મોવી ગામે ઇજાગ્રસ્તો પરીવારના સભ્યોની મુલાકાત કરી પોલીસ આરોપીઓની ધરપકડ તાત્કાલીક કરે તેવી માંગ સાથે નેત્રંગ બંધનું એલાન ચીમકી ઉચ્ચારતા સમગ્ર વિસ્તારની પ્રજામાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
નેત્રંગ બંધનું એલાન કર્યું : મોવી ગામે માથાકુટ બાબતે બીટીપીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.
Advertisement