નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા તાલુકામાં આદીજાતી લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ અપાવાની ઝુંબેશ કાર્યરત પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં આદિવાસી લાભાર્થીઓને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવાની ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમાં નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય અને ત્રણેય તાલુકાના શિક્ષકો ગામે-ગામ જઇને લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત કરીને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનનો લાભ કેવી રીતે લઇ શકાય અને તે માટેની પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત સમજણ પુરી પાડી હતી.તે માટે ખાસ ઝુંબેશની કામગીરી શરૂ કરાઇ હતી. જે આગામી ૩૧ જુલાઈ સુધી કાર્યરત રહેશે. જ્યારે કોઈ લાભાર્થીને રાજ્ય-કેન્દ્ર યોજનાનો લાભ લેવા માટે જરૂર પડશે તો વિશે વધુ જાણકારી નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાયઁ હેમંતભાઇ ચૌધરી આપશે તેવું જણાવ્યું હતું.
નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા તાલુકામાં આદિવાસી લાભાર્થીઓને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવાની ઝુંબેશની કામગીરી શરૂ.
Advertisement