Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કોચબારમાં મારૂતીવાન-ઇક્કો ગાડી વચ્ચે સામસામે ટકરાઇ : ઇજાગ્રસ્તોને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કોચબાર ગામના પાટીયા પાસેથી મારૂતીવાન ગાડી નં. જીજે-05-સીઇ-0737 નો ચાલક ગણપતભાઇ કોટવાલભાઇ વસાવા પાંચેક મુસાફરોને બેસાડીને નેત્રંગ તરફ પસાર થઇ રહ્યા હતા.જે દરમિયાન સામેછેડેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા ઇક્કો ગાડી નં. જીજે-19-એએમ-0656 ના ચાલકે ટક્કર મારતા બંને ગાડીના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.

મારૂતીવાનના ચાલ કગણપતભાઇ કોટવાલભાઇ વસાવા રહે.વાલપોરને હાથ-પગ,માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જ ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. મારૂતિવાન-ઇક્કો ગાડીમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ આવ્યા હતા.

Advertisement

પરંતુ વધુ સારવારની જરૂર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતની ઘટના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.


Share

Related posts

ભરૂચમાં પતિ અને પત્ની ઝઘડા વચ્ચે બાળકીની હત્યા કરનાર માતાની અટક કરાઇ

ProudOfGujarat

જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો થયો જળાભિષેક : મામાના ઘરે જશે ભગવાન જગન્નાથ.

ProudOfGujarat

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને દાગીના ચોરતા ચાર આરોપીને ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!