Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં ઇક્કો ગાડીના અડફેટે પંચાલ સમાજના અગ્રણીનું સારવાર દરમ્યાન મોત નીપજયું : પૌત્રીના ઓપરેશનની ખબર-અંતર કાઢવા જતાં દાદાનું કરૂણ મોત.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં રહેતા ચંદુભાઈ દલપતભાઇ પંચાલનો પુત્ર જયભાઇ પંચાલની નાની દીકરીનું સુરતના દવાખાનામાં ઓપરેશન હતું.પોતાની વ્હાલસોયી પૌત્રીનું ઓપરેશન હોવાથી ચંદુભાઈ પંચાલ અને પત્ની ચંદ્રીકાબેન પંચાલ સુરત જવા માટે સવારના મુળશ્કેના સમયે પોતાના ઘરે નીકળ્યા હતા.

નેત્રંગ ચારરસ્તા ઉપર બસ પકડવા માટે ચાલતા-ચાલતા જઇ રહ્યા હતા.જે દરમ્યાન જીજે-૦૫-આરએ-૨૩૬૦ ના ચાલકે ચંદુભાઈ પંચાલને ટક્કર મારતા હાથ-પગ,માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ લોહીલુહાણ થતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા.ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા.પરંતુ વધુ સારવારની જરૂર અર્થ જયાબેન મોદી હોસ્પીટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા.માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક માથાનું ઓપરેશન કરાયું હતું.

Advertisement

પરંતુ ચંદુભાઈ પંચાલની ગંભીર ઈજાઓના પગલે તબીયતમાં સુધારો થતો નહતો.ત્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.ત્યાં સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું.તેમના મૃતદેહને નેત્રંગ આવી અંતિમવિધી કરવામાં આવી હતી.અંતિમવિધીમાં સ્વયંભુ લોકો હતા.ઘરના મોભીનું અકસ્માતમાં અકાળે નિધન થતાં પરીવારના સભ્યોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.


Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ભણતર અંગે નુકસાન સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલને પત્ર લખ્યો

ProudOfGujarat

વડોદરામાં મહિલા દિવસની ઉજવણીના આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં ખાંડીયા ગામના યુવાનની લાશનો પી.એમ રિપોર્ટ આવતા આત્મહત્યાનો બનાવ હત્યામાં પલટાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!