Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે જીલ્લા પ્રભારી જનક બગદાણાવાલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

Share

પ્રાપ્ત માહિત મુજબ નવસારી લોકસભાના સાંસદ સી.આર પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી મળ્યાને એકવષઁ પુણઁ થતાં ભાજપના કાર્યકરોએ વૃક્ષારોપણ કરીને પ્રદેશ પ્રમુખની વર્ષગાંઠ ઉજવણી કરવાનું નક્કી કયુઁ હતું. જેમાં સી.આર પાટીલના કાયઁકાળ દરમ્યાન ભાજપે વિધાનસભાની પેટા ચુંટણી,૬ મહાનગર પાલિકા,નગરપાલીકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં જ્વલંત વિજય હાંસલ કયૉ હતો.
ભાજપના કાયઁકરોમાં ઉત્સાહનો માહોલ જણાઇ રહ્યા છે.જેમાં ભરૂચ જીલ્લા સંગઠનના પ્રભારી જનક બગદાણાવાલાની ઉપસ્થિતમાં વૃક્ષારોપણના કાયઁક્રમનું આયોજન કરાયું હતું.જેમાં જીલ્લા પ્રભારી જનક બગદાણાવાલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે,કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે,આદિવાસી વિસ્તારના વિકાસમાં માટે કરોડો રૂપિયાના વિકાસની યોજનાઓ છે.
જે છેવાડાના વિસ્તારના ગામે-ગામ સુધી પહોંચે તેની જવાબદારી પાટીઁના કાયઁકતૉઓની છે,અને સંગઠનના વિસ્તાર બાબતે વિસ્તૃત ચચૉઓ કરી હતી.જે દરમ્યાન નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા,ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા,નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા,મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા,પ્રકાશ ગામિત અને મૌઝા જી.પંચાયતના સભ્ય રાયસિંગ વસાવા સહિત કાયઁકરો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

શુ છે. પ્રધાન મંત્રી માતૃવંદના. અને ભરૂચ જીલ્લાએ કેવી રીતે સિધ્ધિ મેળવી…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બાળ સંભાળ ગૃહોનાં બાળકોનું કૌટુંબિક પુન : સ્થાપન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!