પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-માંડવી રોડ ઉપર ગ્રા.પંચાયત હસ્તક બાગ આવેલ છે.જે બાગ ગામની શોભામાં વધારો કરે છે.બાગની સામેથી જ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે.બાગની પાસે જ સ્વામીનારાયણ મંદિર આવેલ હોવાથી હરીભક્તો નિત્યક્રમ પુજાવિધી કરવા આવતા હોય છે.પરંતુ કમનસીબે બાગની પાસે જ ગ્રામજનો બેફામ કચરો ઠાલવી રહ્યા છે.ગ્રા.પંચાયતના સતાધીશો ટ્રેક્ટર-જેસીબી મશીનથી કચરાના ઢગની સાફ-સફાઇ કરે છે.પરંતુ વારંવાર કચરો ઠલવાતો હોવાથી ગ્રા.પંચાયતના સતાધીશો પણ કડકહાથે કાયઁવાહી કરી શકતા નથી,અને લાચાર બની ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.નેત્રંગ ગ્રા.પંચાયત બાગ પાસે ગતરોજ કોઇ અજાણ્યા ઇસમે કચરાના ઢગ પાસે મૃત હાલતમાં મરઘા નાખી ફરાર થઇ ગયો હતો.મૃત મરઘામાંથી ભારે દુગઁધ ફેલાતા અનેક પ્રકારના જીવલેણ રોગ રાહદારીઓ-સ્થાનિક રહીશોમાં પગ પેસારો કરે તેવી દહેશત વતૉઇ રહી છે.વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.તેવા સમયે આ પ્રકારનું કૃત્ય કરનાર અજાણ્યા ઇસમે સામે ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.આ રસ્તાઓ ઉપરથી પસાર થતાં રાહદારી,વાહનચાલકો અને સ્થાનિક રહીશોની હાલત ફકોડી બની જવા પામી છે.આ બાબતે નેત્રંગ ગ્રા.પંચાયતના સતાધીશો અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફોજદારી ગુનો દાખલ કરે અને સીસીટીવી ફુટેજના આધારે મૃત મરઘા નાખનારની ઓળખ કરી કરી જેલભેગો કરે તેવી લોકમાંગ ઉઠી છે.
નેત્રંગ ગ્રા.પંચાયતના બાગ પાસે અજાણ્યા ઇસમે મૃત મરઘાના નાખી ફરાર.
Advertisement