પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદી પાણીથી રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયું હતું,અને નેત્રંગ ચાર રસ્તા અને લાલમંટોડી વિસ્તાર સહિત ચારેય તરફ એક-એક ફુટ ઉંડા ખાડા પડતા વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા,જેથી રોડ-રસ્તાના નિર્માણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ જણાઇ રહી છે,જેમાં માર્ગ-મકાન વિભાગના જવાબદાર લોકોની કામગીરી પ્રત્યેની નિષ્કાળજી અને માત્ર સરકારી ચોપડે બતાવી શકાય તે માટે હંગામી ધોરણે ડામર રસ્તા ઉપર માટી પાથરી દેવામાં આવી હતી,પરંતુ કમનસીબે ચોમાસાની સિઝનને લાંબો સમય પસાર થવા છતાં રસ્તાના નવીનીકરણ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે, જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે,અને રસ્તા ઉપર માટી પુરાણ કર્યું હોવાથી ભારે ઘુળની ડમરી ઉડતા સ્થાનિક રહીશોને રાત-દિવસ ઘરના દરવાજા બંધ રાખવા પડે છે,અને ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે,જ્યારે ઉડતી ધુળની ડમરીથી નાના બાળકો અને વયોવૃદ્ધ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે,પરંતુ માગૅ-મકાન વિભાગના જવાબદાર લોકોને કંઇ જ પડી નથી,તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે,તેવા સંજોગોમાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ પિત્તો ગુમાવતા,નેત્રંગ ચાર રસ્તા ઉપર એક-એક ફુટ ઉંડા ખાડા પુરવા સાથે લાલમંટોડી વિસ્તારમાં રસ્તાના નિર્માણની તાત્કાલીક માંગ કરી છે,નહીંતર ટુંક સમયમાં જ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
નેત્રંગમાં વરસાદી પાણીથી રસ્તાનું ભારે ધોવાણ થવાથી રસ્તાનું નિર્માણ કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી.
Advertisement