Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં ધંધા-રોજગાર પડી ભાંગતા નાદારીની પરિસ્થિતિ ઉદભવી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા, સુરત સહિત મહરાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં નેત્રંગ તાલુકો હોવાથી ધંધા-રોજગાર માટે એપી સેન્ટર ગણવામાં આવે છે, અને ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે. જેમાં નેત્રંગ તાલુકા મથકે પાન-ગલ્લા, શાકભાજીની લારીઓ, અનાજ-કરીયાણા, કપડા-ઇલેકટ્રોનિક્સ સહિત જીવનજરૂરીની ચીજવસ્તુનીની તમામ દુકાનો આવેલ છે, અને તાલુકાભરમાં નાના-મોટા એકમો રાત-દિવસ ધમધમતા હતા. બાંધકામ ક્ષેત્રમાં ભારે તેજી રહેતી હતી. પરંતુ નોટબંધી અને જીએસટીના અને કોરોના વાયરસના સંક્રમણથી લોકડાઉન જેવા મહત્વના નિણૅયની સીધી અસર આથિૅક વ્યવહાર અને બજાર ઉપર પડતા ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે.

જેમાં નેત્રંગ તાલુકાના ગામ-ગામે પરપ્રાંતીય સમાજના લોકો વસવાટ કરીને અનાજ-કરીયાણા, ખેતીવાડીના ખાતર, બિયારણ સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુનો વેપાર કરવા લાગ્યા છે. જેથી ગામના રહીશો જીવના જોખમે મુસાફરી અને ભાડું ખચીૅને નેત્રંગ સુધી નહીં આવતા વેપારીઓને આથિૅક ફટકો પડ્યો છે. તાઉતે જેવા કુદરતી આફતના કારણે કેળ, મગ, મગફળી અને શેરડી જેવા પાકમાં ભારે નુકસાન પહોંચતા ઉત્પાદનમાં ઘટાડો જણાઈ રહ્યો છે, અને ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જ્યારે બાંધકામ અને ધંધા-રોજગાર ઠપ્પ થવાથી મજુરી વગૅમાં સન્નાટો પ્રસરી જવા માંડ્યો છે, અને સ્થાનિક યુવાનો રોજીરોટી કમાવવા જીવના જોખમે મુસાફરી કરીને શહેરી વિસ્તાર તરફ વધી રહ્યા છે. જ્યારે લીલા શાકભાજી, પેટ્રોલમાં ભાવ વધારો કુદકે ફુસકે વધતી જતી મોંઘવારી અને મંદીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોના જીવન ધોરણમાં નાદારી જણાઇ રહી છે.

Advertisement

Share

Related posts

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી મિડકેપ 150 ઇટીએફ (“સ્કીમ”) ની પ્રસ્તુતી.

ProudOfGujarat

રાજપીપળા : કોવિડ-19 નાં નિયમોનું પાલન કરી રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજપૂત સમાજનાં યુવાનોએ તલવાર આરતીની પરંપરા જાળવી રાખી.

ProudOfGujarat

ભરૂચ-દહેજ UPL કંપની નજીક થી સળિયા ભરેલ ટેમ્પો પોલીસે કબ્જે લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!