પ્રાપ્ત માહિત મુજબ સંકમણના દદીઁઓના વધારાની સાથે એકાએક તૌક્તે વાવાઝોડાની ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.તૌક્તે વાવાઝોડાના તેજગતિનો પવન ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડ્યો હતો.
જેમાં મુખ્યત્વે તૌક્તે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી,જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો.અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી.૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે.જેમાં ૧૦૭ હેક્ટર કેરી અને ૨૯ હેક્ટર કેળના પાકમાં નુકસાન થયાનું જાણવા મળ્યું છે.ખાતર,બિયારણ અને ખેતમજુરી પણ માથે ખેડુતોની દયનીય હાલત બધતા ખેડુતો વળતરની માંગ કરી રહ્યા છે.
Advertisement