નેત્રંગ ડેડીયાપાડાને જોડતા નેશનલ હાઇવે પર અરેઠી ગામના પાટીયા પાસે પડેલા ઉડા ગામડાઓને લઇને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ૧૩ મે ને ગુરુવારના રોજ એક અજાણ્યા ટ્રક ચાલકે ખાડાને લઇને સ્ટેરીગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક હાઈવે અડીને આવેલા ધરો પાસે ઘુસી જવા પામી હતી, સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. ખાડાને લઇને ગામલોકો પણ તોબા પોકરી ઉઠીયા છે.
બીજી તરફ ભરૂચ નેશનલ હાઇવે વિભાગ કોરોના સંકમિત થયો હોય તેવું પ્રજામા ચર્ચાઇ રહયુ છે, જેને લઇને જ ખાડા રીપેરીંગની કામગીરી કરવામાં નથી આવતી કે પછી ખાડાને લઇને કોઇક મોતના સમાચારની રાહ તંત્ર જોઇને બેઠું હોય તેમ પ્રજામા ચર્ચાઇ રહયું છે, નેત્રંગથી ડેડીયાપાડા સાગબારા થઇને મહારાષ્ટ્રને જોડતા રોડનું છેલ્લા ચાર પાંચ વર્ષથી નામ બદલીને નેશનલ હાઈવે વિભાગને સોંપવામાં આવ્યો છે, નેશનલ હાઇવે વિભાગે તેનો હવાલો હાથમા લીધા પછી રોડ રીપેરીંગથી લઇને નવીનીકરણની કામગીરી આશરે બે ત્રણ વાર કરવામાં આવી હશે. પરંતુ ભારેખમ ગોબાચારીને કારણે જુજ સમયમાં રોડ બેહાલ થઇ પડે છે, થોડી સમય મર્યાદામા રોડ પર ખાડાઓ પડવાના શરૂ થઇ જાઇ છે, જે ખાડાઓ જીવલેણ બની જતા હોવા છતાં તંત્રના અધિકારીઓને પોતાને સોપવામાં આવેલ રોડ સાઇડ પર ફરકતા નથી, જેને લઇને લોકોને સહન કરવાનો વારો આવે છે, જેમા નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ અરેઠી ગામના પાટીયા પાસે બે ત્રણ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેને લઇને આ રોડ પર આવતા જતા અજાણ્યા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે.
૧૩ મે ને ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં તરફથી આવી રહેલ એક ટ્રક ચાલક આ ખાડાઓથી અજાણ હોવાના કારણે સ્પીડ આવતા ટ્રક ઓચિંતી ખાડામાં પડતા ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ મકાનની પાસે ધુસી ગઇ હતી, સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી, અહિયાથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો પણ વારંવાર આ ખાડામાં પડવાના બનાવો બની રહ્યા છે, રાત્રિના સમયે વધુ લોકો આ ખાડાઓનો ભોગ બની રહયા છે. તેવા સંજોગોમાં ભરૂચ નેશનલ હાઇવે વિભાગના જવાબદાર અધિકારીઓ ખાડા પુરાવાની પોતાની નૈતિક ફરજ બજાવશે ખરા ??? કે પછી કોઇકના મોતના સમાચારની રાહ જોયા પછી કામગીરી કરશે ???