પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ એસ.પી પેટ્રોલ પંપ પાસે માગૅ અને મકાન વિભાગે વાહનચાલકો અને રાહદારીઓની સવલત માટે કિલોમીટર દર્શાવતું સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હતું,પરંતુ કામગીરી પ્રત્યેની નિષ્કાળજી અને ગોબાચારીના કારણે કિલોમીટર દર્શાવતું સાઇનબોડૅ ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાઈ રહી છે,જ્યારે આ રોડ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનોની અવરજવર રહેતી હતી,અને કિલોમીટર દર્શાવતું સાઇન બોડૅ ધરાશાયી થવાની દહેશતના વાહનચાલકોના માથે સતત જીવનું જોખમ જણાઇ રહ્યું છે,અને જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે,પરંતુ કમનસીબે માગૅ અને મકાન વિભાગના જવાબદાર લોકોને કંઈક જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,જેમાં એક વાહનચાલકે ટેલિફોનીક સંવાદમાં જણાવ્યું હતું કે,તેજગતિના વાવાઝોડા કે વાહનના અડફેટે સાઇન બોડૅ નમ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે,તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.આ લખાઇ રહ્યું છે,ત્યા સુધી માગૅ અને મકાન વિભાગેે કોઇપણ પ્રકારની કામગીરી કરી નથી.
દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ