નેત્રંગ તાલુકા સતતમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે કોરોનાનું રસીકરણ પણ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,આંગણવાડી તેમજ બ્લોક હેલ્થ ખાતે મુકવામાં આવી રહી છે. જેમાં ઘરના છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યને આંટો તેવો તાલુકાના યુવાનોનો હાલ.
નેત્રંગ તાલુકામાં અત્યારે સુધીમાં ૪૫ વર્ષથી વધુના ૧૩,૫૦૦ ઉપરાંતના નાગરિકોએ કોરોના વેક્સિન લીધી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પહેલી મે થી ૧૮ વર્ષથી ઉપરના નાગરિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી વેક્સિન મુકાવવી તેમ જાહેરાત કરી હતી.
જેને લઈ આજથી નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા ખાતે ૧૮ થી ૪૪ વર્ષના નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે નેત્રંગ તાલુકામાં આજરોજ સાંજ સુધીમાં ૨૦૦ જેટલા ૧૮ થી ૪૪ વર્ષના નાગરિકો પ્રથમ તબક્કાની રસી લેશે. જ્યારે કોરોના વેકસીનેશનની કામગીરી શરૂ થતાં જ કેન્દ્રો પર લોકોની ભીડ જામી.
ત્યારે મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકાના નાગરિકો કરતા બીજા તાલુકાઓના નાગરિકો ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં સિડ્યુલમાં નેત્રંગ બ્લોક સિલેક્ટ કરી રજિસ્ટ્રેશન કરાવી રહ્યા હોવાથી ટાર્ગેટ મુજબ રજિસ્ટ્રેશન થઈ જતા. નેત્રંગ તાલુકાના નાગરિકોનું રજિસ્ટ્રેશનમાં સિડ્યુલ સિલેક્ટ નહીં થતા વેક્સિનથી વંચીત રહેવાનો વારો આવી રહ્યો છે. જેની ફરીયાદ તાલુકા બ્લોક હેલ્થ અધિકારીને કરતા ઓનલાઇન રજીસ્ટ્રેશનની વાત કરી હાથ ઉચા કરી દીધા હતા. કેટલાક લોકોને અંદરખાને વેકસીન લગાવી આપવામાં આવી રહી હોવાનુ પ્રજામા ચર્ચાઇ રહયું છે જે તપાસનો વિષય છે.
સરકાર આ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં પિનકોડના માધ્યમથી જ રજિસ્ટ્રેશન કરાવી જે તે તાલુકાના નાગરિકો જે તે તાલુકામાં વેક્સિન મુકાવી શકે એવું કોઈ નિર્ણય લે તો આ સમસ્યાનું નિરાકરણ આવે અને વધુ લોકો વેક્સિન મુકાવીને કોરોનાને ડામી શકાશે.