જ્યાં મોબાઈલના નેટવર્ક નથી પહોંચતું, ત્યાં પહોંચ્યો કોરોના, ગામે ગામથી સંક્રમિત દર્દીઓ શરૂ થવા લાગતા તંત્ર હરકતમાં આવ્યું હતું, અને કોરોના સામે જંગ છેડી એક ટી.ડી.ઓ એ, આખું એક્શન પ્લાન બનાવીને 39 ગ્રામ પંચાયતોના લોકોને સંક્રમણથી સુરક્ષિત રાખવાની પ્રસંશનીય પહેલ શરૂ કરી છે, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં થઇ રહેલી આ માઇક્રો મેનેજમેન્ટ જેવી કામગીરી જોઈ તમારા પણ હોશ ઉડી જશે અને કહેવાનું મન થશે કે આ મહામારી સામે લડત લડવા આ આયોજન જ સૌથી યોગ્ય ઉપાય છે.
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે, કોરોનાનાં સંક્રમણના કારણે સરકારી હોય કે ખાનગી તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે, બેડ, રેમડેસીવર ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતથી અત્યાર સુધી અનેક લોકો વાકેફ થયા છે, તંત્ર સામે પણ પડકાર રૂપી બનેલ કોરોનાની આ ઘાતક બનેલ બીજી લહેરમાં વધતા સંક્રમણને અટકાવવા રાત દિવસ મહેનત કરવા મજબૂર કર્યા છે, શહેરોની સાથે સાથે સંક્રમણ ગામડાઓમાં પણ હવે વધુ પ્રસરી રહ્યો છે, રાજ્ય સરકાર દ્વારા આ સંક્રમણની ચેઇનને તોડવા માટે “મારુ ગામ કોરોના મુક્ત ગામ જેવું અભિયાન પણ શરૂ કર્યું છે, ત્યારે ગુજરાતમાં આ અભિયાનને ઝડપથી સારો પ્રતિસાદ મળી રહ્યોં છે.
ભરૂચ જિલ્લામાં અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારના મોટા ભાગના ગામડાઓ કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવ્યા છે, અવારનવાર પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવા બાબતે ચર્ચામાં આવતા આ ગામડાઓ હવે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” ની નેમ સાથે આગળ વધી રહ્યા છે, નેત્રંગ ટી.ડી.ઓ ડો. અલ્પના નાયરની પહેલ જાણે કે રંગ લાવી હોય તેમ તાલુકાની ૩૯ જેટલી ગ્રામપંચાયતમાં સંક્રમણને વધતું અટકાવવા માટે ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીની પહેલ વચ્ચે તમામ ગામમાં દર્દીઓને મુશ્કેલી ન પડે અને સંક્રમણ વધુ ન પ્રસરે તેવા ઉદ્દેશ સાથે કોમમ્યુનીટી કોવિડ કેર સેન્ટર તાબડતોબ ઉભા કરી અન્ય ગામડાઓને સંક્રમણ સામે લડત આપવાનો સારો એવો મેસેજ આપ્યો છે.
મહત્વનું છે કે નેત્રંગ ટાઉનને બાદ કરતાં તાલુકાના મોટા ભાગના ગામડાઓ અંતિયાળ વિસ્તારમાં આવેલા છે, જ્યાં કાચા પાકા રસ્તાઓના કારણે આજે પણ કેટલાક સ્થળે એમ્બ્યુલસ સહિતના વાહનોને પહોંચવા માટે મુશ્કેલીઓ પડે છે, પરંતુ સંક્રમણની ચેઇનને ગામે ગામથી તોડવા માટે ટીડીઓ ડો.અલ્પના નાયર દ્વારા એક ચોક્કસ રણનીતિ બનાવી પોતાની ટીમને કામે લગાડી હતી, જ્યાં સરપંચથી લઇ તલાટી સુધી સતત સંકલનમાં રહી ગામડાઓની શાળાઓમાં આઇસોલેટ અને કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ગામમાં જ લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે.
-3 9 જેટલી ગ્રામ પંચાયતમાં તૈયાર થયેલા આ કોવિડ કેર સેન્ટર કેટલા ફાયદાકારક..!
નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે, ભરૂચ અને નર્મદા જિલ્લા વચ્ચે આવેલા આ તાલુકામાં PHC કેન્દ્ર છે, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે દર્દીઓને અહીંયા સુધી પહોંચવામાં ભારે હાલાકી પડતી હતી, પૂરતા સાધનોના અભાવે આદિવાસી વિસ્તારના લોકોની હાલત પણ કફોડી બનતી હતી, તેવામાં હવે જો કોઈને પણ ગામમાં કોરોનાના સહેજ પણ લક્ષણ જણાય તો તેઓને પ્રાથમિક સારવાર માટે તરત જ ગામમાં દાખલ કરવામાં આવેલ આ કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં છે, જેથી જો સંક્રમિત હોય તો પણ પોતાના જ ગામમાં દર્દીઓ અનુકૂળ વાતાવરણમાં સારવાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
::-રાજ્યના ગામડાઓએ સ્વંયમ આ માઈક્રો પ્લાનિંગ વારુ મૉડલ અપનાવવું જોઈએ..!
રાજ્યના મોટા ભાગના ગામો હવે કોરોના ના સંક્રમણ માં આવી રહ્યા છે,તેવામાં ગામ માંજ જો સરપંચ તંત્ર અને લોકભાગીદારી કરી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તો કોરોના ની ચૅઇન ને ઝડપ થી તોડી શકાય તેમ છે,જો અંતરિયાળ વિસ્તારોમાં કોરોના સામે જંગ આટલું ઝડપ થી આગળ વધતું તો હોય તો તમારા ગામ ને કોરોના થી બચાવવા આ પ્રકારની પહેલ ને પહેલી પ્રાથમિકતા આપી મારુ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પ ને ખરા અર્થમાં સાથર્ક કરવાની લડાઈ માં જોડાઇ જવું જોઈએ તે જ વર્તમાન સમય ની પણ માંગ છે,
:-૩૯ ગ્રામ પંચાયતમાં કોરોના સામે જંગ લડવા ૧૦૦ થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા..!!
તાલુકામાં વધતા સંક્રમણ ને લઈ જ્યાં આશા વર્કર બહેનો ઘરેઘરે ફરી સંક્રમિત કે લક્ષણ જણાતા દર્દીઓનું સર્વે કરી રહી તો તલાટી ,સરપંચ અને ડોકટરો સતત સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી જો કોઈ કેસ સામે આવે તો તેની પુરથી સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ પુરી કરી શકાય તેવા આયોજનમાં લાગ્યા છે,સતત ટી.ડી.ઓ ડો અલ્પના નાયર પણ તમામ કર્મચારીઓના સંકલન માં રહી ને અંતરિયાળ વિસ્તારના ગામોમાં કોરોના ની ચેઇન તોડવા માટેની લડત આપી રહ્યા છે,