પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી નિર્દોષ રહીશો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે, ગામે-ગામ કોરોના સંક્રમિતોના દદીઁઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે, ખાનગી-સરકારી દવાખાનાની બહાર દદીઁઓનો જમાવડો નજરે પડી રહ્યો છે, આરોગ્ય વિભાગના જવાબદાર કર્મીઓ પણ રાત-દિવસ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર જણાતા ગરીબ પ્રજા ભયયુક્ત માહોલમાં જીવનનિવૉહ કરવા મજબુર બન્યા છે.
જેમા નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારી સમીક્ષા કરવા માટે રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ નેત્રંગ તાલુકાના મોરીયાણા, ચાસવડ અને નેત્રંગના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી, ત્યાંના તબીબો સાથે ગરીબ પ્રજાને તમામ આરોગ્યલક્ષી સારવાર મળી રહે, આઇસોલેશન વોડઁ સહિતની જરૂર બાબતો ઉપર ચચૉ વિમર્શ કરી હતી, અને જરૂરી સુચન કયૉ હતો, જે દરમિયાન જીલ્લા કલેકટર, જીલ્લા વિભાગ અધિકારી, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા, મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા, પ્રકાશ ગામિત, મૌઝા જી.પંચાયત સભ્ય રાયસિંગ વસાવા અને દિવ્યાંગ મિસ્ત્રી જોડાયા હતા.
નેત્રંગમાં કોરોના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારીની સમીક્ષા રાજ્યનાં સહકાર મંત્રીએ કરી.
Advertisement