Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસે જુગારધામ પર રેડ કરી બે લાખ ઉપરાંતનાં મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી પાડયા.

Share

નેત્રંગ પોલીસ સ્ટેશનના હે.કો.ભોગીલાલભાઇને મળેલ બાતમી આધારે ઇન્ચાર્જ પો.સ.ઇ.જે.બી.જાદવ તથા સ્ટાફના માણસો સાથે નાઈટ પેટ્રોલીગમા હતા. જે દરમ્યાન બાતમી આધારે નેત્રંગ ટાઉનમાં ગોસીયા મસ્જીદની બાજુમાં આવેલ હેમંતભાઇ રાજુભાઇ સુરતી રહે.નેત્રંગ નાઓ રહેણાંક ઘરમાં ગોળ કુંડાળુ વળી ગેરકાયદેસર રીતે પત્તા પાના ઉપર રોકડા રૂપિયાનો દાવ લગાવી હારજીતનો જુગાર રમતા સ્થળ ઉપરથી સાથ ખેલીઓને પકડી પાડયા હતા. તમામની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૭,૦૮૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૪,૨૮૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૩૬૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૪ કુલ કિં.રૂ.૧૨,૦૦૦/- તથા તથા મારૂતીવાન ફોર ગાડી નંગ-૨ ની કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તથા મો.સા ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૧૩,૩૬૦/- ના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :
(૧) સાહીલભાઇ શબ્બીરભાઇ પઠાણ, ઉ.વ.૨૦ રહે.નેત્રંગ જવાહર બજાર તા.નેત્રંગ, જી.ભરૂચ
(૨) ઈમ્તીયાઝભાઇ ઉર્ફે વિશાલ દાઉદભાઇ ગરાસીયા ઉ.વ.૩૨ રહે.નેત્રંગ, જવાહર બજાર મસ્જીદ ફળિયુ તા.નેત્રંગ, જી.ભરૂચ
(૩) રફીકભાઇ બળવંતભાઇ કુરેશી, ઉ.વ.૨૭ રહે.નેત્રંગ, જવાહર બજાર, તા.નેત્રંગ, જી.ભરૂચ
(૪) ઈસ્લામુલ ઉર્ફે ઈસો ઈબ્રાહીમભાઇ કાગઝી, ઉ.વ.૩૯, રહે.નેત્રંગ, ચાર રસ્તા, તા.નેત્રંગ, જી.ભરૂચ
(૫) રીયાઝભાઇ ઉર્ફે સોહીલ મયુદ્દીનભાઇ શેખ ઉ.વ.૨૬ રહે.નેત્રંગજવાહર બજાર,તા.નેત્રંગ, જી.ભરૂચ
(૬) મોઈન મહમદ હનીફ શેખ, ઉ.વ.૨૭, રહે.નેત્રંગ, મસ્જીદ ફળિયુ તા.નેત્રંગ, જી.ભરૂચ
(૭) તન્વીરખાન ફરીદખાન પઠાણ ઉ.વ.૩૦ રહે.નેત્રંગ, જુમા મસ્જીદ પાસે તા.નેત્રંગ, જી.ભરૂચના

Advertisement

Share

Related posts

CAA અને NCR અંગે આદિવાસીઓ માં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : આજે છડીનોમ હોવાથી કોરોના મહામારીને કારણે તેની ઉજવણી કરવામાં આવી ન હતી.

ProudOfGujarat

લોકડાઉનમાં અમદાવાદનો પરિવાર ભુવાના ચક્કરમાં ફસાયો:પિતૃઓના નડતરને દૂર કરવા પરિવારને ભુવાએ પીવા માટે પાવડર આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!