નેત્રંગની બાજુમાં આવેલ એક પથ્થર કર્વારીમાં બંગાળ વિસ્તારનો પરપ્રાંતિય વ્યક્તિ પ્લાન ઓપરેટર તરીકે કામ કરતો હોઇ કર્વારી માલિક પાસે પગાર પેટે બાકી નીકળતાં રૂપિયા મેળવવા માટે પ્લાન સાઈડ પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી લઈ જતાં કર્વારી માલિક દ્વારા ચોરીની ફરિયાદ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ નેત્રંગ પંથકના કર્વારી માલિકો તેમજ ટ્રક માલિકો સ્થાનિક આદિવાસી ઓપરેટરો તેમજ ટ્રક ડ્રાઈવરોની ઉપેનાઓ કરીને પરપ્રાંતિય ઓપરેટરો, ડ્રાઈવરોને રાખતાં આવા બનાવો બનતાં માલિકોને પોતાનો કિંમતી સામાન પરત મેળવવા માટે પોલીસ સ્ટેશનનાં આંટાફેરા મારવાનો વારો આવ્યો છે. નેત્રંગ તાલુકાનાં વડપાન ગામની સીમમાં શ્રી રામ કોટી ચલાવતાં કિશનભાઈ કાંતિભાઈ ચોટલીયાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાની પથ્થર કોટી પર પ્લાન ઓપરેટર તરીકે છેલ્લા બે મહિનાથી ફરજ બજાવતાં હીરક મતલેબ શેખ રહે.કલ્યાણગંજ વેસ્ટ બંગાળ જેનાં ખાતામાં તા.19/12/19 ના રોજ તેના ખાતામાં રૂપિયા 30,000/- તેના ખાતામાં નાંખી આપેલ ચાલુ માલનો હિસાબ બાકી જેને લઈને પ્લાન ઓપરેટર તરીકે કામ કરતો હીરક શેખ જે પ્લાનને લગતી તમામ માહિતી જાણતો હોઈ તા 22-12-2019 ના રોજ મેનેજર પરસોતમભાઈએ કિશનભાઈ ચોટલીયાને ફોન પર માહિતી આપેલ કે તા ૨૦મી ડિસેમ્બરના રોજ સાંજના બંધ કરેલા પ્લાનમાં પ્લાન ચાલુ કરવા માટે ગયેલો તો આપણાં પ્લાનમાં મેટલ ડિટેકટર પથ્થર સાથે આવતા લોખંડને ડિટેક્ટ કરી પ્લાનના મશીનો બંધ કરે છે તે નથી, હીરક શેખ મેટલ ડીટેકટરની કિંમત દોઢલાખ રૂપિયાની ગણતો હોઈ જે તા ૨૦ મી ડિસેમ્બરના રોજ રાત્રિના ૨ થી ૪ ના સમયગાળા દરમ્યાન તે તેના ગામ જતો રહેલ જે રાત્રિના પ્લાનમાં અટાફેરા મારતો હોઈ જેને લઈને મેનેજર પરસોતમભાઈ જણાવેલ કે મેટલ ડિટેક્ટર પ્લાન ઓપરેટર હીરક શેખ ઉઠાવી ગયેલ છે. જેને લઈને કોટી માલિક કિશનભાઈ ચોટલીયા દ્વારા પ્લાન ઓપરેટર હીરક શેખનો મોબાઈલ પર સંપર્ક કરતાં તેણે જણાવેલ કે મારો ચાલુ માલનો હિસાબ બાકી છે. જેથી હું માલ ડિટેક્ટર રૂપિયા દોઢલાખનું હું લઈ ગયેલ છું. કોટી માલિક કિશન ચોટલીયા દ્વારા હિસાબ ચૂકતે કરવાની વાત કરતાં હીરક શેખ મેટલ ડિટેકટર બે દિવસમાં લઈને આવું છું નું જણાવી છેલ્લા કેટલાક દિવસ નહીં આવતા આખરે કોટિ માલિક દ્વારા પરપ્રાંતિય પ્લાન ઓપરેટર વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવતા પરપ્રાંતિય પ્લાન ઓપરેટરો ટ્રક ડ્રાઈવરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પરપ્રાંતિય પ્લાન ઓપરેટરે બાકી નીકળતા પગાર પેટે કર્વારી પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી જતાં માલિક દ્વારા નેત્રંગ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી.
Advertisement