પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં કોરોના સંકમિત દદીઁઓની સંખ્યામાં દિવસને દિવસે ધરખમ વધારો થઇ રહો છે, નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગામોમાં વસવાટ કરતાં રહીશોમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ફરીવાર પગ પેસારો કરતાં નિર્દોષ ગ્રામજનો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે, ગામે-ગામ કોરોના સંકમણના દદીઁઓ ૨૦૦ થી વધુ હોવાનું જાણવા મળી રહયું છે, અને અત્યારસુધીમાં ૩૦ થી દદીઁઓ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું છે, જેમાં નેત્રંગના જીનબજાર વિસ્તારમાં એક દંપતી પોતાની લાડલી દીકરીના લગ્નપ્રસંગની તૈયારી માટે બહારગામ ખરીદી અર્થે જવાથી કોરોના સંકમિત થયા હતા, પરંતુ સારવાર બાદ બંને પતિ-પત્નીનું કરૂણ મોત નિપજ્યું હતું, એકની એક દીકરી નિરાધાર બની જવા પામી હતી, જેમાં એકસાથે પાંચ દર્દીઓનું કોરોના સંકમિત બાદ મોત થયાનું જાણવા મળી રહ્યું છે, જેમાં ગાંધીબજારમાં ત્રણ, કોસ્યા કોલામાં એક અને ચારવડ ગામના એક તબીબનું સારવાર દરમ્યાન મોત નિપજતાં સન્નાતો વ્યાપી જવા માંડ્યો હતો.
નેત્રંગ તાલુકાભરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં ગ્રામજનો ભયમુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બન્યા છે, ધંધા-રોજગાર સહિત જનજીવન ઉપર ગંભીર અસર વતૉઇ રહી છે, આરોગ્ય વિભાગના જવાબદાર કર્મીઓ પણ જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે,પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર થઈ જવા પામી છે, તેવું જાણવા મળ્યું છે,પરિસ્થિતિ વધુ ગંભીર જણાતા નેત્રંગ તાલુકાના સરપંચો, વેપારી મંડળના આગેવાનો લોકહિત માટે કઠોર મને લોકડાઉન જેવા નિણર્ય તરફ આગળ વધે તેવું જણાઈ રહ્યું છે.