Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગમાં ટેમ્પામાંથી સામાન ઉતારતી વખતે વીજ કરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત.

Share

નેત્રંગમાં આજરોજ ટેમ્પામાંથી સામાન ઉતારી રહેલ શ્રમિકનો હાથ ઇલેટ્રીક વીજ લાઇનનાં વાયરને અડી જતા વ્યક્તિનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું.

નેત્રંગ ડેડીયાપડા રોડ પર આવેલ હરિ ઓમ પ્રોવિઝન સ્ટોર પર સમાન લઈને આવેલ એક ટાટા ટેમ્પો નં.GJ-01-DV-6590 માંથી સંજયભાઇ શામજીભાઇ વસાવા (ઉ.વ.૩૩) ધંધો.મજુરી, રહે.સામરપાડા ડુંગર ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓ સુકા નાળીયેરની બોરીઓ ખાલી કરતા હતા તે વખતે ટેમ્પોની ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક વીજ લાઈનનો આકસ્મિક રીતે ડાબા હાથે અડી જતા તેઓને આખા શરીરે વીજ કરંટનો ઝાટકો લાગતા સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું. શ્રમિકને વીજ કરંટ લાગતા લગભગ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. બનાવની જાણ નેત્રંગ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: બાકરોલ ગામ ખાતે આવેલ ગામ તળાવની નજીક મળ્યું કેમિકલ વેસ્ટ ભરેલુ ડ્રમ….

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામની જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલ જંગલ રિસોર્ટના દબાણને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના ધાંધલપુર ગામે આમ આદમી પાર્ટીની ખાસ મિંટીગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!