પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બિલોઠી ગામથી સામરપાડા ફળીયામાં જવાનો મુખ્ય રસ્તો હતો, જે ગામના જ ખેડુત બાબુભાઈ બેડીયાભાઇ વસાવાએ પોતાની માલીકીની જગ્યામાંથી રસ્તો પસાર થતા હોવાનું જણાવી રસ્તામાં કાંટા અને લાકડા નાંખી રસ્તો બંધ કરી દેવામાં આવત સામરપાડા ફળીયામાં રહેતા ૩૫૦-૪૦૦ ગ્રામજનો માટેનો અવરજવર થવાનો રસ્તો બંધ થઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,
ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો ૬૦-૭૦ વર્ષથી તેનો ઉપયોગ અવરજવર માટે કરાઇ રહ્યો હતો, જવાબદાર લોકો દ્વારા આ રસ્તાને પાકો પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગામના જ ખેડુત બાબુભાઈ બેડીયાભાઇ વસાવા રસ્તો બંધ કરતો ગ્રામજનોમાં ભારે આક્રોશ જણાઇ રહ્યો છે, અને રસ્તાનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવા માટે નેત્રંગ મામલદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી, આ બાબત જવાબદાર અધિકારીઓ પ્રજાહિતના પ્રશ્નોના નિરાકરણ માટે ક્યારે પગલા ભરે તે ચર્ચાનો વિષય બન્યો છે.
નેત્રંગ તાલુકાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા બિલોઠીથી સામરપાડા જવાનો રસ્તો બંધ કરાતા ગ્રામજનો વિફર્યા.
Advertisement