પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો.કમીઁઓ નાઇટ પેટ્રોલીંગમા હતા, જે દરમિયાન અંકલેશ્વર તરફથી તાડપત્રી બાંધેલી હાલતમાં આઈશર ટેમ્પો નં- જીજે-૧૬-એયુ-૬૮૪૬ નેત્રંગ ચારરસ્તા પાસે આવતા સાઈડમાં આઈશર ટેમ્પાને ઉભો રાખી તપાસ કરતાં આઈસર ટેમ્પામાં નાની-મોટી ભેંસો નંગ -૧૫ ખીચોખીચ દોરડા વડે બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઇ જવાનું માલુમ પડ્યું હતું,
નેત્રંગ પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં રૂ.૧,૫૦,૦૦૦ ની ભેંસો અને આઇસર ટેમ્પોની કિંમત રૂ ૩,૦૦,૦૦૦ મળીને કુલ રૂ.૪,૫૦,૦૦૦ નો મુદ્દામાલ સાથે સિકંદરભાઇ કમાલભાઇ સૈયદ ઉ.વ.૪૦ રહે.કણભા નવીનગરી તા.કરજણ જી.વડોદરાને પકડી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો, જ્યારે ઉસ્માનભાઇ ઉર્ફ ભીખો યાકુબ પટેલ રહે.કણભા તા.કરજણ જી.વડોદરા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપડે નેત્રંગને અતિસંવેદનશીલ તાલુકા તરીકે ગણના થાય છે, કારણ કે નેત્રંગ તાલુકા મથકથી માત્ર ૧૪ કિમી નમૅદા જીલ્લો અને ૧૫ કિમી સુરત જીલ્લા સહિત માત્ર ૫૫ કિમી ઉપર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ થઇ જતાં ભરૂચ, નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં દારૂની ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપી શકાય છે, ગુનાખોરી માટે નેત્રંગને એપી સેન્ટર ગણાતું હોવાથી નેત્રંગ પો.સ્ટેશનમાં જવાબદાર પીએસઆઈ કક્ષાના અધિકારી-સ્ટાફને રાત-દિવ ખડેપગે તૈયાર રહેવું પડે છે.