નેત્રંગ તાલુકામાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ૧૮મી માર્ચ બાદ કોરોના ની બીજી લહેર તાલુકામાં શરૂ થઈ છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડતા ભરૂચ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રી કફયૂનો અમલ કરવાની સાથે કેટલાંક ગામોમાં પણ અંશતઃ લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે.
ત્યારે નેત્રંગ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ફ્લેગમાર્ચ યોજી કોવિડ-૧૯ ના સરકારશ્રી ના આદેશનું પાલન કરવામાં ગામવાસીઓ તેમજ વેપારીઓ અને વેચાણકારોને અપીલ કરી. તા.૧૦મી એપ્રિલ ના રોજ નેત્રંગ તાલુકાના મામલતદાર એલ.આર.ચૌધરી,તાલુકા વિકાસ અધિકારી ડૉ. અલ્પનાબેન નાયર તેમજ નેત્રંગ તાલુકાના પોલીસ સબ ઇન્સપેક્ટર એન.જી. પાંચાણી સાથે ફ્લેગમાર્ચ માં લોકોને જાગૃત કરતા વિસ્તરણ અધિકારી ખેતી યોગેશ ડી. પવાર આ ફ્લેગમાર્ચ માં જોડાયા હતા.
આ ફ્લેગમાર્ચ માં અપીલ કરવામાં આવી કે કામ વગર બહાર ન નીકળવું અને જો જરૂરી કામથી બહાર નીકળો તો સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું. જો કોઈ વ્યક્તિ માક્સ પહેર્યા વિના જાહેર સ્થળોએ જણાઈ આવશે તો સરકારશ્રી દ્વારા જાહેર કરેલ દંડને પાત્ર થશે. જો કોઈ વ્યક્તિ સરકારશ્રી દ્વારા જાહેર કરેલ દંડ ભરવાની ના પાડશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને વેપારી મિત્રોએ પણ પોતાની દુકાને આવતા ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે એ માટે સર્કલ માર્ક કરાવશે. ખરીદી સમયે ગ્રાહક ફરજિયાત માસ્ક પહેર્યું છે કે નઈ તે જોવાનું રહેશે. જો કોઈ દુકાનદારની દુકાનમાં ગ્રાહક માસ્ક વિના કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહિ એ રીતે જોવા મળશે તો કાયદો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નેત્રંગ તાલુકાના પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેટ્રીક મીડિયાના દરેક પત્રકાર મિત્રો સાથે અલગ અલગ આગેવાનો જેમાં ગુજરાત સમાચાર તેમજ ગુજરાત મિત્રના પત્રકાર પ્રદીપભાઈ ગુજ્જર, સંદેશ ના પત્રકાર સ્નેહલકુમાર પટેલ, દિવ્યા ભાસ્કર ના પત્રકાર અતુલભાઈ પટેલ, વાત્સલ્યમ સમાચાર તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ, તેમજ ઇલેટ્રીક મીડિયા ના દિવ્યાંગ મિસ્ત્રી, યોગેશ વસાવા,ઇકરામભાઈ શેખ,વિજય વસાવા,મિતેશ આહીર, સાથે જ નેત્રંગ તાલુકા ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક પ્રકાશ ગામીત,ધર્મેન્દ્રસિંહ રાજ,વિજયસિંહ વાંસદીયા તેમજ અનેક આગેવાનોની અપીલ હતી છે કે સરકારશ્રી આદેશ નું ચુસ્ત પને પાલન થાઈ એ ખૂબ જરૂરી છે. આપડા તાલુકાના લોકોને કોરોના વાયરસની વૈશ્વિક મહામારી માંથી બચાવવા માટે.