નેત્રંગની ગરીબ વૃદ્ધ વિધવા મહિલાની દર્દનાક હાલત જણાઇ રહી છે, જેમાં ઘરે-ઘરે મજુરીકામ કરી ઘર ચલાવવા મજબુર બની જવા પામી છે, પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકના જવાહર બજાર વિસ્તારમાં આશરે ૮૦ વર્ષની ઉંમર ધરાવતા જોહરાબીબુ પઠાણ વર્ષો પહેલા પોતાના પતિ અહેમદભાઇ પઠાણ સાથે નેત્રંગમાં વસવાટ કર્યો હતો, જેમને સંતાનોમાં પાંચ પુત્ર અને બે પુત્રીઓ છે,જેમાં પોતાના પતિ મામૂલી ડ્રાઈવર તરીકે નોકરી કરતા અને સાધારણ પગારમાં પરિવારનું ભરણપોષણ કરવાનું મુશ્કેલ પડતાં જોહરાબીબીએ પોતાના પતિને સાથ આપવા અને રૂપિયા કમાવવા માટે દાયણ તરીકેનો વ્યવસાય અપનાવી લીધો હતો, અને ગુજરાત સરકાર દ્વારા દાયણ તરીકેની આપવામાં આવતી પરીક્ષા અને તાલીમ સન, માર્ચ-1986માં પ્રા.આરોગ્ય કેન્દ્ર ચાસવડમાં પૂર્ણ કરી હતી, જ્યારે ભુતકાળના ૩૨ વર્ષ પહેલા નેત્રંગના આદિવાસી વિસ્તારમાં મહિલાઓની પ્રસુતિ કરાવવા માટે માત્રને માત્ર એક જ દાયણ મહિલા જોહરાબીબી હતા,જેમને વર્ષો સુધી સરકારી દવાખાનામાં દાયણ તરીકે કામ કર્યું હતું,અને આદિવાસી વિસ્તારમાં ૧૦૦૦ થી વધુ મહિલાઓની પ્રસુતિ તેમના હસ્તે કરાઇ છે. તેમને સંવાદમાં જણાવ્યું હતું,જ્યારે બીજી બાજુએ ગરીબ વૃદ્ધ મહિલાએ કાળીમજુરી કરીને પોતાની બે પુત્રીઓનું સાસરે વિદાઇ બાદ પાંચ પુત્રોમાંથી પતિના અવસાન બાદ એક પુત્રનું પણ અવસાન થયું હતું,બાકીના તેમના પુત્રો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ રહેતા વધારે અભ્યાસ નહીં કર્યો હોવાથી સામાન્ય મજુરીકામ કરે છે, જેમના માટે પોતાની માતાનું ભરણપોષણ કરવાનું પણ અઘરું છે,તેવા સંજોગોમાં ૮૦ વર્ષના જોહરાબીબી પણ મહિલાઓને પ્રસુતિ કરાવવા માટે રાત-દિવસ તત્પર રહે છે,જ્યારે ગરીબ કુટુંબ હોવાથી સરકાર દ્વારા બીપીએલ કાડૅ આપવામાં આવ્યો છે,જેમાં હાલના સમયમાં રેશનીંગનું અનાજ પણ મળતું નથી,અને પરિવારના ભરણપોષણ માટે ૮૦ વર્ષની ઉંમરે પણ જવાબદાર અધિકારીઓ સામે ધરમના ધક્કા ખાવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે,જેથી આ વૃદ્ધ મહિલા ઘરે-ઘરે મજુરીકામ કરી ઘર ચલાવવા મજબુર બની જવા પામી છે,તેવી વિકટ પરિસ્થિતિમાં નેતાઓ,અધિકારીઓ અને સરકારીતંત્ર આ ગરીબ વૃદ્ધ મહિલા બાજુ જોઇ તો સારું તેવું જણાઇ રહ્યું છે, નેત્રંગના સરકારી દવાખાનામાં કોઈ મહિલાઓની પ્રસુતિ કરાવવાની હોય તો જોહરાબીબીને બોલવવામાં આવતા,અને તે વખતે એક મહિલાની પ્રસુતિનું મહેનતાણું માત્રને માત્ર બે રૂપિયા ચુકવવામાં આવતું હતું,અને ત્યારબાદ આ મહેનતાણાને વધારીને ૨૫ રૂપિયા કરાયું હતું,પરંતુ તેઓના જણાવ્યા મુજબ આ મહેનતાણું જોવા મળ્યું નથી,કારણ કે તે વખતના સરકારી દવાખાનાના ડોક્ટર-ક્લાર્ક મહિલાઓની પ્રસુતિ બાદ કાગળો ઉપર ખોટ અંગુઠાઓ પડાવી મહેનતાણા રૂપિયા ચાઉં કરી લેતા હતા,અને મહેનતાણા માંગવા જતાં ધાક-ધમકીઓ આપવામાં આવતી હતી, નેત્રંગના ઝોહરાબીબીના ૩૮ વર્ષીય પુત્ર મહંમદ રફીકને અન્નનળીનું કેન્સર હોવાથી બોલી અને ખાઇ શકતો નથી,ઇલાજ કરાવવા માટે અંકલેશ્વર,ડભોઇ,વડોદરા અને અમદાવાદ સુધી ગયા,પરંતુ ઇલાજ કરાવવા માટે રૂપિયા નહી હોવાથી નવયુવાન પુત્રએ જીવ ગુમાવતા પુત્રવધુ અને તેના ત્રણ સંતાનોની ભરણપોષણ તમામ જવાબદારી ૮૦ વર્ષિય વૃદ્ધ મહિલાના માથે છે,જેમાં લોકોના ઘરે કાળીમજુરી કરીને તમામ પાર પાડે છે.
દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ