પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણના દદીઁઓમાં દિવસેને દિવસ ધરખમ વધારો થવાથી આમ પ્રજા ભયયુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બની ગઈ છે, આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રના જવાબદાર લોકો મોઢાને માસ્ક ઢાંકવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં જાહેર અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં કોરોન સંક્રમણના પોઝિટિવ કેસોમાં વધારો થતાં નેત્રંગ ગામને લોકડાઉન કરવું પડે તેવી નોબત ઉભી થઇ છે, સાથેસાથે નેત્રંગના બજારમાં ગ્રાહકો અને આમ પ્રજાની હાજરી નહીંવત જણાઇ રહી છે, જે સારી બાબત છે, પરંતુ આવનાર સમયમાં નેત્રંગ તાલુકાના આગેવાનો પ્રજાહિત માટે લોકડાઉન જેવી અગત્ય કાર્યવાહી કરશે તેવી અણસાર જણાઇ રહ્યા છે.
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાભરમાં કોરોના વાયરસ લોકોમાં વધુ ન ફેલાય, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય, તમામ લોકો માસ્ક પહેરે તે માટે નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો.કમીઁઓએ મુસ્લીમ સમાજના આગેવાનોના સાથ સહકારથી મસ્જિદમાં લગાવામાં આવેલા લાઉડ સ્પીકર દ્વારા ઓડિયો ક્લિપ મારફત જાગ્રત કરવામાં આવી રહ્યા છે, અને નેત્રંગ તાલુકામાં આવેલ દરેક મસ્જિદમાં દિવસ દરમિયાન ત્રણ વખત એક અઠવાડિયા સુધી ઓડિયો ક્લિપ સંભળાવી લોકોને જાગૃત કરવામાં આવશે તેવી નવતર પ્રયોગ શરૂ કરાયો હતો.
ભરૂચ : નેત્રંગ પોલીસનો કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે નવતર પ્રયોગ…જાણો શું ?
Advertisement