Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસ દ્વારા પંથકમાં રીક્ષા દ્વારા જાહેર જનતાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી.

Share

નેત્રંગ પોલીસ દ્વારા પંથકમાં રીક્ષા દ્વારા જાહેર જનતાએ મોઢે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગે અપીલ કરવામાં આવી હતી.

પાછલા એક વર્ષથી આખા દેશ દુનિયામાં કોરોના જીવલેણ વાયરસે હાહાકાર મચાવ્યો છે. નેત્રંગ ગામ સહિત સમગ્ર પંથકમાં કોરોનાએ પોતાનો વિકરાળ જીવલેણ પંજો માર્યો છે. દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધારો થતો હોવાથી તાલુકામાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

નેત્રંગ આરોગ્ય વિભાગનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોનાનાં આ જીવલેણ વિકળાળ પંજાની ચંગુલમાંથી તાલુકાની પ્રજાને બચાવવા માટે ખડેપગે પોતાની ફરજ બજાવી રહયા છે.

આ સાથે તંત્ર પણ સજાગ બન્યું અને જનતાને મોઢે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઈઝરનો ઉપયોગ અંગે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ તંત્ર પણ કડક કાર્યવાહી કરતા પૂર્વે જાહેર જનતાને માઈક રીક્ષા દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે નેત્રંગના જાહેર સ્થળોએ કોરોના મહામારીને ધ્યાને લઈ તમામ જનતાએ મોઢે માસ્ક સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત કરવું પડશે જે લોકો જાહેરનામાનો ભંગ કરશે તે વ્યકિતઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવા જણાવાયું હતું.

નેત્રંગ તાલુકામાં વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઈને અમારી તાલુકાની જનતાને અપીલ છે કે કામ વગર બહાર ન નીકળવું અને જો જરૂરી કામથી બહાર નીકળો તો સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું. જો કોઈ વ્યક્તિ માક્સ પહેર્યા વિના જાહેર સ્થળોએ જણાઈ આવશે તો સરકાર દ્વારા જાહેર કરેલ દંડને પાત્ર થશે. જો કોઈ વ્યક્તિ સરકાર દ્વારા જાહેર કરેલ દંડ ભરવાની ના પાડશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને વેપારી મિત્રોએ પણ પોતાની દુકાને આવતા ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે એ માટે સર્કલ માર્ક કરાવશે. ખરીદી સમયે ગ્રાહક ફરજિયાત માસ્ક પહેર્યું છે કે નઈ તે જોવાનું રહેશે. જો કોઈ દુકાનદારની દુકાનમાં ગ્રાહક માસ્ક વિના કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહિ એ રીતે જોવા મળશે તો કાયદો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પટેલ બ્રિજેશકુમાર બી.


Share

Related posts

ઝઘડિયાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં માછીમાર સમાજ દ્વારા 2 બોટ લાકડાનું દાન અપાયું.

ProudOfGujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે યાત્રાધામ અંબાજી ખાતેથી ખેડા જિલ્લાના ૧૯૮ ગામોમાં ૫૨૪ આવાસોનું ઈ-લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!