પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં ગામોને જોડતા રોડ-રસ્તા અને નાળુ બનાવવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે, જેમાં નેત્રંગ તાલુકાનાં છેવાડાના વિસ્તારમાં આવેલ નાનાજાંબુડા ગામ અને ડેડીયાપાડા તાલુકાનું ગારદા ગામ વચ્ચે માત્ર બે કિલોમીટરનું જ અંતર છે, સામ-સામે આવેલા આ બે ગામ વચ્ચે ખાડી કોતર આવેલ હોવાથી ચોમાસામાં ધોધમાર વરસાદના પાણીના બંને ગામો સંપર્ક વિહોણા બની જાય છે,
ગામમાં અકાળે કોઇકનું મૃત્યું થાય અને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી હોય ત્યારે નાનાજાંબુડા, મોટાજાંબુડા, કાકડકુઇ થઇને ગામોના લોકોએ થવા-બેડાકંપની પર થઇને ગારદા ગામે આવવું પડે છે. તેવા સંજોગોમાં ગ્રામજનોને ભારે હાલકીનો સામનો કરવો પડે છે, પહેલાના તાલુકા પંચાયતના સતાધીશોએ ટુંકા રસ્તા બાબતે અનેકો રજુઆતો કરવાં છતા કોઇ કાર્યવાહી કરાઈ નથી, પરંતુ હાલમાં નવી બનેલ તા.પંચાયતના સતાધીશોએ આ બાબતે જરૂરી કાર્યવાહી કરીને લોકહિત માટે પરીણામલક્ષી નિકાલ લાવાની આશા સેવાઈ રહી છે.
નેત્રંગ તાલુકાનાં નાનાજાંબુડાથી ગારદા ગામનો રોડ અને નાળુ બનાવવા લોકમાંગ.
Advertisement