આજરોજ નેત્રંગ તાલુકાના નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ.ટી.સેલ)ના “વિશ્વાસ કાર્યાલય” ખાતે ફળ, ફૂલ, શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી વિતરણ કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ફળ, ફૂલ, શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેના અનુસંધાને નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ તેમજ તાલુકા ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી યોગેશ ડી. પવાર અને ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંજોયક પ્રકાશ ગામીત હસ્તે “વિશ્વાસ કાર્યાલય” ખાતે છત્રી વિતરણ કરવામાં આવી હતી.
સરકારે ફળ અને શાકભાજીનું રોડ સાઇડ અને લારી દ્વારા વેચાણ કરતાં નાનાં વેચાણકારોની ચિંતા કરીને વર્ષ 2020-21 માં ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે/શેડ કવર પૂરા પાડવાની યોજના “નવી બાબત” તરીકે અમલમાં મૂકી લોક કલ્યાણનો એક નવો અભિગમ શરૂ કર્યો છે. આ યોજના માટે સમગ્ર રાજ્યમાં વર્ષ 2020-21 માટે રૂ.1000 લાખની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ રાજ્યના ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને લાભ આપવામાં આવશે. રેશનકાર્ડ ધારક કુટુંબ દીઠ એક વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે.
પટેલ બ્રિજેશકુમાર બી.