*ત્રણ મહિના પહેલા પણ એક રોટવીલર કુતરીનું મારણ કર્યું હતું.
*ટાઈગરનું મૃત્યુ થતા પૂજાવિધિ કરી દફનાવી અંતિમવિધિ કરવામાં આવી
નેત્રંગ તાલુકામાં છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી દીપડાઓનું આગમન થયું છે.ત્યારથી આજદિન સુધીમાં ઘણા ગામોમાં પશુપાલકોના ઢોર ઢાખર અને પાલતુ પ્રાણીઓનું મારણ દીપડા કરી રહ્યા છે.જ્યારે માનવ ઉપર હુમલાના આશરે પાંચ જેટલા બનાવમાં ચાસવડ,ગુંદીયા ,ચીકલોટા ,કુકડાકોતર અને મીઠામોરા ગામે બન્યા હતા.હાલ તેની વસ્તીમાં વધારો થતાં દીપડા માનવવસ્તીની નજીક આવી વસવાટ કરી રહ્યા છે ત્યારે દીપડાનો પ્રિય શિકાર કુતરા છે.ગતરાત્રીના સમયે દીપડાએ મોરીયાણા ગામના ખેડૂતના ખેતરમાં પાળેલ રોટવીલર કુતરા ઉપર હુંમલો કરી ગળામાંથી દબોચી ખેંચી લઈ શિકાર કરી ગયો હતો.જેથી આ ખેડૂત પરીવારને ત્રણ મહિનામાં ફરી બીજું પાલતુ રોટવીલર કૂતરું દીપડો ખેંચી શિકાર કર્યો હતો .આ બાબતે વન વિભાગ નેત્રંગના આરએફઓનો સંપર્ક કરી દીપડા પકડવાનું પાંજરું મુકવા માંગ કરી હતી.
ગતરોજ રાત્રે બાલુભાઈ પટેલ તેમના ફાર્મ હાઉસમાં પાળેલ રોટવીલર કૂતરો ટાઈગરને છૂટો કર્યો હતો.ત્યારબાદ સવારે ઉઠીને આ કૂતરાને સાંકળથી બાંધવા જતા મળી આવેલ નહિ.આથી તેની શોધખોળ કરતા કાળીકંપની બાજુ આવેલ વાંસના ખેતરમાં વચ્ચેથી કૂતરાની ફાડી ખાધેલ મૃતદેહ મળતા વન વિભાગને બોલાવી તપાસ કરતા દીપડાએ શિકાર કર્યો હોવાનું તારણ કાઢ્યું હતું.નેત્રંગ રેન્જ કચેરીના આરએફઓએ મારણ સાથે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી હતી.