Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

નેત્રંગના મોદલીયા ગામે ફંટીના અડફેટે ઇકકો ગાડીમાં સવાર અક્કલકુવાની મહિલાનું મોત.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના પાટીયા પાસેથી નેત્રંગ તરફથી ફંટી ગાડી નંબર જીજે-૧૬-કે-૪૫૫૮ નો ચાલક ફુલઝડપે અને ગફલતભરી રીતે પસાર થઇ રહ્યો હતો, જે દરમિયાન સામે છેડેથી આવતી ઇક્કો ગાડી અને મોટરસાઈકલને ટક્કર મારતા ઇકકો ગાડીમાં સવાર લતાબેન મહેન્દ્રભાઇ વસાવા રહે.મહુપાડા તા.અક્કલકુવા મહારાષ્ટ્રને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે મોટરસાઈકલ સવાર કલ્પેશભાઇ રમેશચંદ્ર સુરત અને પત્ની સહિત બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યારે ઇકકો કાર,મોટરસાઈકલ અને ફંટીના ફુરચેફુરચા ઉડી ગયા હતા,અને મોદલીયા ગામ પાસે સ્થાનિક રહીશો અને અન્ય વાહનચાલકો સહિત લોકટોળાં ઉમટી પડ્યા હતા,અને ફંટીનો ચાલક ફરાર થઇ ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજમાં પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ : વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી.

ProudOfGujarat

વાંકલ : માંગરોલના વેલાછામાં ઇકો ગેંગ ત્રાટકી : ડિસ્ટ્રીક્ટ બેન્કનું એ.ટી.એમ. તોડી 8.90 લાખની ચોરી કરી ફરાર…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટની મિટીંગ મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!