પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા પંચાયતની ચુંટણીનું પરીણામ જાહેર થયા બાદ વધુ રસપ્રદ બની છે, નેત્રંગ તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાંથી ભાજપ ૮, બીટીપી ૫ અને કોંગ્રેસ ૩ બેઠક ઉપર વિજયી બની હતી, ત્રણેય રાજકીય પક્ષોમાંથી એકપણ પક્ષને પૂર્ણ બહુમતી નહીં મળતા સત્તા હાંસલ કરવા ભાજપ-બીટીપી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય રહ્યો છે, જેમાં ભાજપ અને બીટીપી બંને રાજકીય પક્ષોએ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા રાજકારણ ગરમાયું છે.
જેમાં ભાજપે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ માટે લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ માટે વંદનભાઇ વસાવા ઉપર પસંદગી કરી છે, જ્યારે બીટીપીના નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ માટે દિલીપકુમાર વસાવા અને ઉપપ્રમુખ માટે રીનાબેન વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા ભાજપને બહુમતી માટે ૧ બેઠકની જરૂર છે, જ્યારે બીટીપીને ૪ બેઠકની જરૂર છે. આજરોજ નેત્રંગ તા.પંચાયત કચેરી ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાનાર છે, ત્યારે ભાજપ-બીટીપી સત્તા હાથ ધરશે તે જોવું રસપ્રદ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકામાં જ ભાજપને પૂર્ણ બહુમતી મળતા ભાજપ કોઇપણ સંજોગોમાં સત્તા હાંસલ કરવા મંથન કરી રહી છે, જ્યારે બીટીપી ભરૂચ જીલ્લા પંચાયત, વાલીયા અને ઝઘડીયા તાલુકા પંચાયતમાં સત્તા ગુમાવી દીધી છે, જેથી નેત્રંગ તાલુકા પંચાયત માટે બીટીપીએ પણ કમર કસી છે.
નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા ભાજપ-બીટીપી વચ્ચે ખરાખરીનો જંગ…
Advertisement