Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધનાં ઉપપ્રમુખને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધના ઉપપ્રમુખ પ્રકાશકુમાર બી વેકરીયા સુરત શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા સાથે જોડાયેલા અને કિસાન વિકાસ સંઘના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે,

સુરત શહેરનાં તક્ષશિલા જેવી ભયાનક  ઘટનામાં બચાવ કાર્યમાં જોડાયેલા પ્રકાશકુમાર વેકરીયા જેઓ હાલ ભારત દેશની ચોથી રક્ષા પાંખ ઇન્ડીયન સિવીલ ડિફેન્સમાં માનદ સૈનિક તરીકે સેવા આપી રહ્યા છે, છેલ્લા ૨ વર્ષમાં તેઓ ૮ અને કુલ ૧૪ લોકોના જીવ બચાવવામં સફળ રહ્યા છે,

આ બાબત ભારત સરકારના ધ્યાને આવતા સુરત સિવીલ ડિફેન્સ-સુરત કલેક્ટર ડો.ધવલ પટેલ, ડેપ્યુટી કલે. આર.આર.બોરની ભલામણથી પ્રકાશ વેકરીયાનું નામ રાષ્ટ્રપતી તરફથી અર્પણ થતા જીવન રક્ષા પદક એવોર્ડ માટે  ૮, ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ મોકલવામાં આવ્યુ હતું, અને ૨૬ જાન્યુઆરી માટે જીવન રક્ષા એવોર્ડ માટેની જાહેરાત કરવામાં આવતા આનંદ વ્યાપી જવા પામ્યો હતો, આ પળ કિસાન વિકાસ સંઘ અને  સુરત સિવીલ ડિફેન્સ માટે ઐતિહાસીક છે. સિવિલ ડિફેન્સ સુરતના હોનહાર બાહોશ સૈનિક પ્રકાશકુમાર વેકરીયાને રાષ્ટ્રપતિ એવોર્ડમાં સ્થાન મળ્યુ તેનો ઉલ્લેખ મિનિસ્ટ્રી ઓફ હોમની વેબસાઇટ અને રાષ્ટ્રપતિ એવોર્ડમાં છે.

આ બાબતે મુલાકાતથી પ્રકાશકુમાર વેકરીયા  દ્વારા સુરત કલેક્ટર ધવલ પટેલ – ડેપ્યુ.કલેક્ટર આર.આર બોરડ અને  સિવીલ ડિફેન્સ ટીમ, હેડ ક્લાર્ક નાજુક પટેલ તથા માસ્ટર ટ્રેનર મહમદ નવેદ શેખ સહીતના તમામ અધિકારીઓનો હદયથી આભાર માનવામાં આવ્યો હતો. આગામી સમયમાં દિલ્લી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે જીવન રક્ષા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

સુરત – નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી, કેમ્બ્રિજની બોગસ ડિગ્રી બનાવી

ProudOfGujarat

રાજપારડી ગામે અજાણ્યા વાહનની ટક્કરે પાંચ વીજપોલ અને વાયરો ધરાશાયી વીજ લાઇનને નુકશાનથી ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો.

ProudOfGujarat

કોસંબા એપીએમસીના ચેરમેન દ્વારા માંગરોળ આંગણવાડીના કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

ProudOfGujarat

1 comment

Sanjay ranpariya March 2, 2021 at 6:19 am

Good prakashkumar is my best friend since 1992
Thanks for news ….

Reply

Leave a Comment

error: Content is protected !!