ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં ફૂલવાડી ચોકડી નજીકથી એક આઇસર ટેમ્પો બિનવારસી હાલતમાં નેત્રંગ ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયો હતો, ટેમ્પોમાંથી અંદાજીત 8 ટન ખેરનાં લાકડા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હાલ આ લાકડાનો જથ્થો ક્યાંથી અને કોને મોકલવામાં આવતો હતો તે દિશામાં ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે, મહત્ત્વનું છે કે ભરૂચ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારનાં લાકડાઓનું ઉત્પાદન વધુ હોય છે જેમાં કેટલાક તત્વો આવા લાકડાને કાપી પોતાના અંગત ફાયદાઓ પાર પાડતા હોય છે.
Advertisement
હાલ તો સમગ્ર મામલે નેત્રંગ ફોરેસ્ટ વિભાગે ટેમ્પોનો કબ્જો મેળવી વધુ તપાસ હાથધરી છે, સાથે જ મુદ્દામાલની ગણતરી પણ શરૂ છે..!!!