ભરૂચ જિલ્લાના નેત્રંગ માં પશુઓને ગેરકાનૂની હેરાફેરી કરવામાં આવતા પોલીસે બે આઇસર ટેમ્પો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં અવાર-નવાર ગેરકાયદેસર પશુઓની હેરાફેરી થતી હોય છે. આજે ફરી એક વખત નેત્રંગ પોલીસે પશુ ભરેલા બે ટેમ્પોની તલાશી લેતા ખીચોખીચ પશુ ભરેલા બંને ટેમ્પામાં ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાં પશુઓને લઈ જવામાં આવતા હતા. ભરૂચની નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં તે સમયે ભરૂચથી બે આઈસર ટ્રક નેત્રંગ ચાર રસ્તાથી મહારાષ્ટ્ર તરફ જતા હોય પોલીસ દ્વારા આ બંને આઇસર ટ્રકની તલાશી લેતા ખીચોખીચ દોરડા વડે બાંધેલ ૩૦ જેટલા પશુ ભરી બંને આઇસર ટેમ્પા મહારાષ્ટ્ર જતા હોવવાની ટેમ્પા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પોલીસે બે આઈસર ટેમ્પો નવ લાખનો મુદ્દામાલ અને ચાર શખ્સોની ધરપકડ કરી હતી આ ગેરકાયદેસર પશુને લઈ જતાં શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચના નેત્રંગથી ગેરકાયદેસર પશુ ભરેલા બે આઈસર ટેમ્પો ઝડપી પાડતી નેત્રંગ પોલીસ
Advertisement