નેત્રંગમાં તેજગતિના પવનની સાથે ગુલાબી ઠંડીના ચમકારાથી જનજીવન ઉપર માઠી અસર વર્તાય રહી છે,પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકો ભૌગોલિક રીતે ભરૂચ-નમૅદા જીલ્લાના જંગલ વિસ્તારમાં છે,ગાઢ જંગલ અને ડુંગરોની સાથે નદી-નાળા સહિત નાના-મોટા ચેકડેમો આવેલ છે,સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ચોમાસા થયેલ વરસાદથી ખેડુતો ખેતી કરતાં હોય છે,આ વર્ષે જરૂરીયાત કરતાં વધારે વરસાદ પડતાં તેની સીધી વાતાવરણ ઉપર જણાઇ રહી છે,નેત્રંગમાં છેલ્લા કેટલાક સમયથી તેજગતિના પવન ફુંકાવાની સાથે શિયાળાની સિઝન હોવાથી ગુલાબી ઠંડીનો ચમકારો સ્વાભાવિક છે,જેમાં સમગ્ર દિવસ દરમિયાન પવન ફુંકાતા લોકો કામ અર્થે જ ઘરની બહાર નિકળી રહ્યા છે,અને સાથેસાથે વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસથી જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે,અને લોકો ગરમીથી બચવા તાપણા-ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે,જ્યારે એક ખેડુતએ સંવાદમાં જણાવ્યું હતું કે,ખેતીમાં ઉત્પાદન માટે ઠંડીનો ચમકારો જરૂરી છે,અને જેટલી ઠંડી પડે એટલા જ ઘઉંનો પાકના ઉત્પાદનમાં વધારો થશે.
દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ