પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ચાસવડ મુકામે આવેલ બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાયફ સંસ્થાના જે આર મોરી, ચીફ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, બી.આઇ.એસ.એલ.ડી, ગુજરાતના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી, જેમાં ડૉ.સી.કે.ટિંબડિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક, કૃષિ યુનિવર્સિટી નવસારી, ડૉ. ડી.ડી.પટેલ સંશોધન વૈજ્ઞાનિક અને વડા, એગ્રોનોમી વિભાગ, ડૉ.ડી.કે.શર્મા, સંશોધન વૈજ્ઞાનિક અને વડા, બાગાયત વિભાગ, જિગરભાઈ ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ભરૂચ શ્રી વિજયસિંહ સોલંકી નાયબ ખેતી નિયામક, ભરૂચ,પી.એસ.રાંક નાયબ ખેતી નિયામક, ભરૂચ, ગુણવત્તા નિયંત્રણ, બી.એસ.પંચાલ, મદદનીશ ખેતી નિયામક, ભરૂચ, અનંત વર્ધમાન, જિલ્લા વિકાસ વ્યવસ્થાપક, નાબાર્ડ, પ્રણયભાઈ પાઠક, બાગાયત અધિકારી ભરૂચ તેમજ આમંત્રિત મહેમાનો તથા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં કે.વી.કે ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ પટેલે મિટિંગમાં આવેલ સર્વે મહેમાનોને આવકારી ગત વર્ષ યોજાયેલ વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની મિનીટસનું વાંચન કરી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ નો વિવિધ નિષ્ણાતો દ્વારા પ્રગતિ અહેવાલ તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ આયોજન અહેવાલ રજૂ કરેલ હતો તેમજ ફાર્મ મેનેજર અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ દ્વારા પ્રગતિ અહેવાલ તેમજ આયોજન અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જે.આર મોરી દ્વારા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમજ તેમણે ઉપયોગી સલાહ સૂચન આપ્યા હતા. વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.સી.કે.ટિંબડિયા તેમજ સાથી વૈજ્ઞાનિકો સાથે કેવીકે ફાર્મમાં વિવિધ નિદર્શનનો એકમોની મુલાકાત કરી અને કેવિકેની કામગીરીના વખાણ કર્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સદર મિટિંગમાં ઉપસ્થિત અન્ય સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત પ્રતિનિધિ છીતુંભાઈ ચૌધરી, પ્રકસભાઈ વસવા અને શ્રીમતી કમુબેન ચૌધરી, કૃપા શંકર હૂબલાલ ડૂબે, રતિલાલ વસાવાએ કેવીકે દ્વારા મળતી સલાહ તથા માર્ગદર્શન માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અંતે મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સર્વે મહેમાનોને મિટિંગમાં ઉપસ્થિત રહી કેવીકેની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નેત્રંગ : બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ.
Advertisement