ભરૂચ જીલ્લામાં ઠેરઠેર ખુલ્લેઆમ જુગારનાં અડ્ડા ધમધમે છે જેમાં ગઇકાલે રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં પોલીસને ભરૂચનાં નેત્રંગ તાલુકામાં દોલતપુર ગામમાં બાતમીનાં આધારે જુગારનાં અડ્ડા પર દરોડો પાડી 4 શખ્સોને ઝડપી પડયા છે તેમજ 6 આરોપીઓ નાસી છૂટયા છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચનાં દોલતપુર ગામમાં ખુલ્લેઆમ જુગારનાં અડ્ડાઓ ધમધમે છે. સમાજમાંથી આ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે રેન્જ આઈ.જી. હરિકૃષ્ણ પટેલ વડોદરા અને ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર જુગારની પ્રવૃતિઓ પર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં રહે છે.
ગઇકાલે રાત્રે નેત્રંગ પોલીસ વિભાગ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીનાં આધારે દોલતપુર ગામનાં મોટા ફળિયામાં ખુલ્લી જગ્યામાં પોલીસ કાફલાએ રેઇડ પાડત 4 આરોપીઓ (1) સુરેશ ગુના વસાવા રહે. દોલતપુર દવાખાના ફળિયું, તા.વાલિયા જી.ભરૂચ (2) મનોજ ગોવિંદ વસાવા રહે. દોલતપુર મોટું ફળિયું તા,વાલિયા, જી.ભરૂચ (3) ગિરીશ મનહર વસાવા રહે. દોલતપુર મોટું ફળિયું તા,વાલિયા, જી.ભરૂચ (4) પ્રદીપ રવિ વસાવા રહે. શિર, નવી વસાહત તા.વાલિયા જી.ભરૂચ નાઓ પોલીસ રેઇડમાં દોલતપુર ગામનાં મોટા ફળિયા ખાતે આર.સી.સી. રોડ પર ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રીક સ્ટ્રીટ લાઇટનાં અજવાળામાં કેટલાક ઇસમો પત્તા-પાનાં વડે હાર-જીતનો જુગાર રમતા હોય જેમાં સ્થળ પર આ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે અને અન્ય 6 આરોપીઓ (1) સૂકા ઉર્ફે વિષ્ણુ વસાવા (2) ભીમસંગ રધલાલ વસાવા (3) અશ્વિન સૂકા વસાવા (4) પ્રેમચંદ છત્રસિંગ વસાવા (5) નટવર મોહન વસાવા (6) રાહુલ રમન વસાવા નાઓ જુગાર સ્થળે દરોડો પડતાંની સાથે જ સ્થળ છોડી નાશી છૂટયા છે. આ 6 નાસી ગયેલ આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સ્થળ પર પકડાયેલા 4 આરોપીઓ સહિત અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ રૂ.12,670 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી નેત્રંગ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.