Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે તબેલામાં લાગી આગ જાણો વધુ

Share

*તબેલામાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા 17 વધુ પશુઓના મોત.
*નેત્રંગ તાલુકા માં ફાયર સ્ટેશન ન હોવાથી આગ પર કાબુ મેળવા ગ્રામજએ કર્યો પ્રયાસ.
*નેત્રંગ તાલુકા માં એક ફાયર સ્ટેશન ઉભું કરવા લોકોએ અગાઉવ કરી હતી માંગ.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે કોઈ કારણોસર મોડી રાત્રિએ આગ ફાટી નીકળી હતી પરંતુ નજીકમાં કોઈ ફાયર સ્ટેશન ન હોવાના કારણે સમગ્ર આગની ઘટનામાં ૧૭થી વધુ પશુઓનું ભડથું થઇ ગયું હતું આગની ઘટનાને પગલે પશુપાલકોને મોટું નુકસાન થવા પામ્યું હતું પરંતુ નેત્રંગમાં વારંવાર ફાયર સ્ટેશન ઉભુ કરવાની માંગ લોકોની રહી છે ત્યારે સરકાર પણ નવું ફાયર સ્ટેશન અંગે કોઈ નિર્ણય લે તે જરૂરી છે

Advertisement

નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે મોટાભાગે પશુપાલકો વસવાટ કરી રહ્યા છે પરંતુ નેત્રંગ તાલુકા ને અલગ તાલુકો જાહેર કર્યા બાદ પણ આ તાલુકાઓમાં અનેક સુવિધાઓ કરવામાં આવી નથી જેના કારણે નેત્રંગના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નેત્રંગના ફાયર સ્ટેશનની સુવિધા કરવા માટે વારંવાર રહી છે પરંતુ આજદિન સુધી નવું ફાયર સ્ટેશન તૈયાર થયું નથી જેના કારણે ગત રોજ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે પશુપાલક કરતા પરિવારના તબેલામાં મોડી રાત્રીએ કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે કોઈ ફાયર સેફ્ટીના સાધનો ન હોય અને ફાયર સ્ટેશન પણ નજીકમાં ન હોવાના કારણે આંખમાં સમગ્ર ઘાસચારો બળી જવા સાથે તબેલા માં રહેલા ૧૭થી વધુ પશુઓ મોતને ભેટયા હતા અને કેટલાય પશુઓને પશુ પાલકોએ બચાવી લેવા માટે દોટ મૂકી હતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ૧૭ ભેંસોનું થઈ ગયુ હતું

ત્યારે આગામી દિવસોમાં નેત્રંગમાં ફાયર સ્ટેશન ઉભુ કરવામાં નહીં આવે તો પશુપાલકોએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ના અભાવે 17 ભેંસો પશુપાલકોએ ગુમાવવાનો વારો આવ્યો છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો.

ProudOfGujarat

નેત્રંગનાં જીનબજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ સાથે 5 લાખ કરતાં વધુની મત્તા ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત અંકલેશ્વર તાલુકાના “માસ્ટર ટ્રેનર્સ” તરીકે ચયન પામેલ કુલ ૬૯ સરકારી-અર્ધ સરકારી શિક્ષકોની બે દિવસીય ગુણાત્મક તાલીમની પૂર્ણાહુતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!