Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં શ્વાનનાં હુમલાથી 5 રહીશો ઘાયલ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના શાંતિનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનું લાવારીશ-ઘાયલ બચ્ચું ફરી રહ્યું છે, અને માનવ વસ્તી ઉપર ઉપર હિંસક હુમલાવર થઇ રહ્યું છે, એકાએક બપોરના સમયે શ્વાનના બચ્ચાએ શાંતીનગર વિસ્તારના પાંચ જેટલા રહીશો ઉપર હુમલો કરી દીધો હતો, એટલે કે શ્વાનનું બચ્ચું પાંચ જેટલા રહીશો કરડ્યું હતું, હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, જેમાં એક ઇજાગ્રસ્તને વધુ સારવારની જરૂર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, શ્વાનના હુમલાના ઘેરા પ્રત્યાઘાતો શાંતિનગર વિસ્તારના રહીશો સહિત ગ્રામજનોમાં પડતા ભયનો માહોલ જણાઇ રહ્યો છે, ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં ઉડાવવામાં આવ્યું કાળું નાણું, 801.85 કરોડ રૂપિયા જપ્ત.

ProudOfGujarat

વડોદરાના વારસીયા વિસ્તારમાં ખાડામાં પડેલ બાળકનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

ગીર સોમનાથના ઉનાના નવાબંદરની 15 બોટ દરિયામાં ડૂબી : 10 થી વધુ માછીમારો લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!