નેત્રંગ ગામમાં કોરોના પોઝિટિવનાં વધુ બે કેસો નોંધાતા ગામભરમાં ભયનો માહોલ તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોઈક કારણોસર કોરોના પોઝિટિવના કેસોની માહિતી બહાર પડવામાં આવતી નથી.
નેત્રંગ ગામમાં છેલ્લા કેટલાક વખતથી કોરોના વાયરસે પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવાનું શરૂ કરતાં તાજેતરમાં જ ગામમાં ૧૩ જેટલા કેસો નોંધાયા હતા. ત્યારબાદ હાલમાં નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં નેત્રંગ-મોવી રોડ પર મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદાર રવીકુમાર જયેશભાઇ ગાંધી તેમજ તેની દુકાનમાં રહેતા યાદવ દિવ્યેશ ધર્મેન્દ્રસિંહ બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાતા હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ત્યારે નેત્રંગ ગામમાં દરેક વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથક ખાતે ફરજ બજાવતા અને ગામમાં રહેતા ઉચ્ચ અધિકારીઓ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપે છે. ત્યારે ગામભરમાં રોગચાળાને અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કાયમી ધોરણે ગામમાં થાય તે માટે સરકારની કોઈક ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દવાઓ છંટકાવ બાબતે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી તેમજ તાલુકા મથકના મુખ્ય બે વિભાગના અધિકારીઓ (૧) તાલુકા વિકાસ અધિકારી તેમજ (૨) મામલતદાર ધ્યાન આવે તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.