નેત્રંગ જવાહર બજાર વિસ્તાર ના અનાજ કારીયાનાના વેપારી રાજેશભાઈ શાહ ની ૧૦ વર્ષ ની દીકરી ધ્વનિ રાજેશભાઈ શાહ ના ૧૧ માં જન્મ દિવસ નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ તાલુકા માં આવેલ માનવ સેવા ચેરી ટ્રેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર કે જે “બિનવારસી અને પીડિત પ્રભુજી માનવીનો આશરો” થી પણ જાણીતું છે. ત્યાં ૨૩૫ જેટલા બિનવારસી અને પીડિત લોકો સાથે દીકરી ધ્વનિ ના ૧૧માં જન્મ દિવસ નિમિત્તે ચોકલેટ, વેફર અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. અલગ રીતે જન્મ દિવસ ની ઉજવણી કરી એક સારો સંદેશ લોકો સુધી વહેતો કર્યો છે. જે શાહ પરિવાર માટે તેમજ નેત્રંગ ગામ માટે ગૌરવ ની વાત છે કે આટલી નાની ઉંમરે કેક કે પાર્ટીઓ કરવા કરતાં જેઓનું કોઈ નથી તેઓ સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવી. જે આજ ના યુગ માં યુવા ઓ માટે એ પ્રેરણા લેવા જેવી બાબત છે. નાનકડી દીકરી ધ્વનિ એ કોઇ ઠાઠ માઠ કે ઠઠારા વગર સાદાઇથી ઉજવાયેલો આ જન્મ દિવસ તેમના જીવનના દરેક દિવસો – મહિના અને વરસો કરોડો આયુષ્ય માં ફેરવાય તેવું પુણ્ય તેમણે પ્રાપ્ત કરી લીધું છે .
નેત્રંગની એક ૧૦ વર્ષયી દીકરીએ “બિનવારસી અને પીડિત પ્રભુજી માનવીનો આશરો” ખાતે જન્મ દિવસની ઉજવણી કરી.
Advertisement