આજરોજ ભારતીય કિસાન સંઘ નેત્રંગ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નેત્રંગ ખાતે ખેડૂતોની સમસ્યાને લઈ આવેદનપત્ર પાઠવ્યું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રાત્રીના સમયે ખેતીવાડી માટે આપાતી લાઇટને કારણે આદિવાસી ગામડાઓના નાગરિકોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. નેત્રંગ તાલુકાની આજુ-બાજુ જંગલ વિસ્તાર આવેલ હોવાથી રાત્રી સમયે ખેતરમાં જવા માટે ખુબ જ સમસ્યા ઉદભવે છે. નેત્રંગ તાલુકામાં સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલ હોવાને કારણે દીપડા જેવા જંગલી પ્રાણીઓ દ્વારા આ વિસ્તારમાં અનેકવાર દીપડાએ લોકો પર હુમલા કર્યાની ઘટનાં પ્રકાશમાં આવી છે.
ત્યારે રાજ્ય સરકારે તાજેતરમાં જ ગીર તેમજ સોમનાથ જિલ્લામાં સરકારશ્રીએ ખેડુતોના હિતને ધ્યાનમાં રાખીને જે લાઇટ દિવસ દરમિયાન આપાઇ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાબતે નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામડાંના ખેડૂતોને પણ દિવસ દરમ્યાન વીજળી મળે એ માટે નેત્રંગ ભારતીય કિશાન સંઘે નેત્રંગ વીજ કચેરીમાં તાલુકામાં ખેતીવાડી માટે દિવસ દરમિયાન લાઇટ અપાઈ તેવી માંગણીની દિશામાં યોગ્ય કામગીરી થાય તેવી આશા અને માંગ સાથે નેત્રંગ ભારતીય કિશાન સંઘના ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ તેમજ ધારીખેડા સુગરના ડિરેકટર કિશોરસિંહ
વાસદીયા અને બીજા આગેવાન ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ લેખિત રજુઆત કરવામાં આવી.