નેત્રંગ તાલુકા ખાતે કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકા ખાતે ગત બીજી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ની રચના કરવામાં આવી હતી. જેમાં નેત્રંગ તાલુકા પ્રમુખ બ્રિજેશકુમાર ભરતભાઇ પટેલ તેમજ સંગઠન મંત્રી સ્નેહલકુમાર નરેન્દ્રભાઈ પટેલ અને અન્ય ૨૩ કાર્યકર્તાઓની નિમણુક કરી મંચની રચના કરવામાં આવી હતી.
જયારે આજ રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” નું ઉદ્ઘાટન સફાઈ કર્મચારી (સ્વચ્છતા હીરો) નેત્રંગના સફાઈ કર્મચારી મધુબેન રામુભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું અને કમિટી દ્વારા સાડી પણ ભેટ આપવામાં આવી અને તેઓનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. “વિશ્વાસ કાર્યાલય” થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની યોજના કાર્યો અને વિચારોને જન જન સુધી પોહંચેતે માટે કર્યો કરવામાં આવશે.
ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ બ્રિજેશકુમારે જણાવ્યું હતું કે અમારી ટીમની ઉપર જવાબદારી આપવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી રેખાદીદી અને પ્રદેશ સંગઠન મહામંત્રી હિતેશગીરી ગોસ્વામીજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજીના હાથ મજબુત કરવા માટે તન-મન અને ધનથી સેવા સહયોગ કરશે તેમ જણાવ્યું હતુ. અને મંચમાં જોડાયેલ દરેકને ગોળ ધાણા ખાવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.