Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં જીનબજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ સાથે 5 લાખ કરતાં વધુની મત્તા ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. એન.જી.પંચાણીએ મળેલ બાતમીનાં આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જીન બજાર જૂના SBI ATM ફળિયામાં કલ્પેશ ઠાકોર પટેલનાં ઘરનાં બીજા માળે ચાલતા જુગારધામ પર રેડ કરી હતી જેમાં જુગાર રમતા 1)કલ્પેશ ઠાકોર પટેલ 2) વિનોદ દિલિપભાઈ પટેલ 3) નિલેષ મુકેશભાઇ પટેલ 4) આશિષ ભરતભાઇ પટેલ 5) અક્ષિત રિતેશભાઇ પંચાલ 6) મનોજ દામોદરદાસ 7) કરણસિંહ ભૂપતસિંહ ગોહિલ 8) કેતન સોમાભાઈ પટેલ 9) કૌશિક સુંદર રજવાડી, વિશાલ રાજેન્દ્રભાઈ ગોસાઇ 11) નિખિલ કાંતિલાલ પટેલ નાઓને ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી અંગજડતીમાં રોકડા રૂ.29,320, દાવ પરના રોકડા રૂ.17,000 મળી કુલ રોકડ 46,320 તથા મોબાઈલ ફોન નંગ 14 કિં.રૂ.1,05,000 અને મોટરસાયકલ નંગ 5 કિં.2,05,000 તેમજ ફોર વ્હીલ 1 કિં.1,50,000 મળી કુલ 5,06,320 ની મત્તા જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા : એસ.ટી,એસ.સી, ઓ.બી.સી વર્ગની મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેના દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને આવેદન આપ્યું.

ProudOfGujarat

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!