Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાનાં કંબોડિયા ગામ ખાતે જુગારનો ગણનાપત્ર કેસ શોધી 10 જુગારિઓ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કંબોડીયા ગામના ખાડી ફળીયામાં રહેતા વિપુલભાઇ જયંતીભાઇ વસાવા પોતાના ઘરની પાછળના ભાગે એક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમોને ભેગા કરી ગેરકાયદેસર રીતે પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી બાતમી મળતા નેત્રંગ પો.કર્મી પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં ૧૦ જેટલા નબીરાઓ જુગાર રમતાં રંગેહાથ પકડાયા હતા. ઝડપાયેલ આરોપીઓમાં 1) વિપુલ જયંતિભાઈ વસાવા 2) પંકજ વીરસિંગભાઈ વસાવા 3) જીતેશ નરેન્દ્રભાઈ વસાવા 4) પ્રગ્નેશ હરેશભાઈ વસાવા 5) હિતેશ અનિલભાઈ વસાવા 6) કલ્પેશ સુરેશભાઇ વસાવા 7) મયુર મનુભાઈ વસાવા 8) નીરજ દશરથભાઈ વસાવા 9) મિતેશ સુરેશભાઇ વસાવા 10) બિપિન રમણભાઈ વસાવા તમામ રહે.કંબોડિયા. તમામની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા ૬૩૧૦,દાવ ઉપરના રોકડા રૂપિયા ૪૮૧૦, મોબાઇલ ફોન નંગ ૦૮ જેની કિંમત રૂ ૨૭,૦૦૦ મળીને કુલ ૩૮,૧૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ચાર ગામોમાં રૂ.૨.૧૨ કરોડનાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે હોટલનાં કંપાઉન્ડમાં મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી.

ProudOfGujarat

દરગાહ માં દર્શન કરવા ગયા અને મધ માખીઓ એ હુમલો કર્યો પરીવાર પર જાણો વધુ ભરૂચ માં ક્યાં બની આઘટના. EXCLUSIVE

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!