Proud of Gujarat
FeaturedGujaratINDIA

કમલ ઓટો શો રૂમમાં 7 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જુગારીઓ સામે કયારેક લાલ આંખ કરવામાં આવે છે તે મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓફિસર કોલોની સામે આવેલ કમલ ઓટો ટુ વ્હીલર શો રૂમમાં મુબીન નૂર મહંમદ શેખ અન્ય માણસો બોલાવી ભેગા થઇ શો રૂમનું શટર બંધ કરી અંદરનાં ભાગે ગેરકાયદેસર રીતે પત્તા-પાનાનો જુગાર રમાડે છે તેવી બાતમી મળતા નેત્રંગ પોલીસએ રેડ કરી હતી અને 7 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા. જેમની અંગ ઝડતીમાંથી રોકડ રૂ.56,370, દાવ પરનાં રૂ.27,560 મળી કુલ રોકડા રૂ.83,930 તથા મોબાઈલ નંગ 8 કિં.રૂ. 1 લાખ કરતાં વધુ અને મોટર સાયકલ નંગ 2 કિં.રૂ.60,000 તેમજ ફોર વ્હીલ કાર કિં.રૂ.5.50 લાખ મળી કુલ 7,94,930 નો મુદ્દામાલ પોલિસે જપ્ત કરેલ છે. જયારે ઝડપાયેલ આરોપીઓમાં 1) મુબીન નૂર મહંમદ શેખ રહે.નેત્રંગ ચાર રસ્તા 2) મોઈન નજીર શેખ રહે.નેત્રંગ ચાર રસ્તા 3) શકીલભાઈ સલિમભાઈ સૈયદ રહે.નેત્રંગ શાંતિનગર 4) સઇદ ઉર્ફે કાલુ સલિમભાઈ દીવાન રહે.નેત્રંગ માંડવી રોડ 5) મોઈન હુસેન નિઝામુદ્દીન શેખ રહે.નેત્રંગ ચાર રસ્તા 6) ઝુબેર ઇબ્રાહિમ શેખ રહે.એસ.આર.પેટ્રોલપંપ પાસે નેત્રંગ 7) બિલાલ ગુલામ રસુલ ખત્રી રહે.આનંદનાગર સોસાયટી નેત્રંગ ની અટક કરેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે વડના ચોતરાની દુર્દશાથી વ્રત પૂજન કરવા આવેલ મહિલાઓનો આક્રોશ

ProudOfGujarat

હવે RBI એ સરકારથી ‘આઝાદી’ માંગી, કહ્યું – ટેસ્ટની જેમ બેન્કોના નિર્ણય લેવા જોઈએ

ProudOfGujarat

નર્મદા SOG એ રાજપીપળા કસ્બાવાડમાંથી 45 હજારના મુદ્દામાલ સાથે IPL પર સટ્ટો રમાડતા ૩ ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!