Proud of Gujarat
INDIAFeaturedGujarat

બપોરે 4 વાગ્યે દુકાનો બંધ રાખવાના જાહેરનામાનાં પગલે નેત્રંગમાં ખાતર બિયારણ અને યુરિયાની ખરીદી માટે બજારોમાં લાંબી કતારો જોવા મળી.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનાં પગલે બપોરે 4 વાગ્યે દુકાનો બંધ કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની વિવિધ અસરો ભરૂચ જીલ્લામાં જણાઈ રહી છે. જેમ કે નેત્રંગ ખાતે યુરિયા ખાતર લેવા માટે 4 વાગ્યાના લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા અને ખાતર લેવા પડાપડી કરી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અંગેની કાળજી લેવાઈ ન હતી. આદિવાસી વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતીનું સર્જન થયું હોય તેવી માહિતી સાંપડી રહી છે. હાલ જયારે ખેતીકામનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો ખાતર અને બિયારણ માટે પડાપડી કરી રહ્યા છે ઠેરઠેર કતારો જણાઈ છે. ખાતર અને બિયારણ મેળવવાની ઉતાવળમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કેટલા સ્થાને તો ચંપલો મૂકી લોકોએ લાઇન લગાવી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે.

Advertisement

Share

Related posts

વડોદરાના વ્રજસિદ્ધિ ટાવરમાં વિવો કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓનો લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો.

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ પર અકસ્માતે પલ્ટી મારેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોએ આજે 14 જેટલી માંગણીઓને લગતું આવેદનપત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ જીલ્લા કલેકટરને આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!