પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં જુન માસનાં પ્રારંભની સાથે આકાશમાં વાદળછાયા વાતાવરણની સાથે સરેરાશ વરસાદ થતાં ખેડુતો હોંશેહોંશે ખેતર ખેડી સોયાબીનનાં પાકનું વાવેતર કરી દીધું હતું, પરંતુ મેઘરાજા હાથતાળી આપી જતાં ખેડૂતો ચિંતિત થઇ ગયા હતા. ત્યારબાર લાંબા સમયનાં વિરામ બાદ ફરી વખત મેઘરાજાનું વાજતેગાજતે આગમન થવાથી ધરતીપુત્રો અને ખેડુતોમાં આનંદ આવી ગયો હતો. જ્યારે વરસાદ વરસતાની સાથે જ મહિલાઓ પોતાના ઘરમાંથી આવી મેઘરાજાની પુજા-અર્ચના કરી હતી.
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા શણકોઇ ગામના દિલીપભાઇ બાબરભાઇ વસાવા પશુપાલન કરે છે અચાનક મેઘરાજાનાં આગમનથી અને વીજળી પડવાથી બે ભેંસનાં કરૂણ મોત નિપજતા પરીવારને ભારે આથિૅક નુકસાન પહોંચ્યું હતું. વરસાદનાં આગમનથી મરણ પથારીએ પડેલ સોયાબીનનાં પાકને જીવનદાન મળ્યું હતું એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
નેત્રંગ તાલુકામાં મેઘરાજાનાં આગમનથી ધરતીપુત્રો અને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.
Advertisement