Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ કર્યો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનનાં પી.એસ.આઇ. એન.જી પાંચાણી અને અ.હે.કો વિજયસિંહ,જગદીશભાઇ,જીગ્નેશભાઇ,અજીતભાઇને થવા ચેકપોસ્ટ ઉપરથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની બાતમી મળતા થવા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરીને વાહન ચેકિંગ હાથ ધયુૅ હતું, જે દરમિયાન એક્ટિવા વાહન નંબર : જીજે-૨૧-એસ-૨૭૮૧ અને એક સફેદ રંગની એક્ટીવા આવતા તેનું ચેકિંગ હાથ ધરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન નંગ ૯૧ જેની કિંમત ૨૬,૪૪૫ બે એક્ટીવા વાહન જેની કિંમત ૮૦,૦૦૦ હજાર અને મોબાઇલ નંગ ૨ જેની કિંમત ૮,૦૦૦ નાં મુદ્દામાલ સાથે રોહિદાસ શિવલાલ પંચાલ (રહે.અંતોલી.તા.નિઝર) અને રાજેશ માણીકરાવ પારેખ (રહે.અંતોલી તા.નિઝર) વિદેશી દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. નેત્રંગ પોલીસે ૧,૧૪,૪૪૫ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ખેપિયાઓને જેલભેગા કરી દીધા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં અયોધ્યા નગરનાં સંતોષી માતાનાં મંદિરની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ધટનાથી ભકતોમાં રોષ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે કુરાઈ ગામની સીમમાં શંકાસ્પદ બાયોડિઝલનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

કરજણ ડેમમાં ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફતે અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!