Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ તાલુકાની પીંગોટ ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાની ડે.સરપંચ અને ચાર સભ્યોની માંગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની પીંગોટ ગ્રામ પંચાયતનાં સરપંચ અનિલભાઇ વસાવા અને તલાટી દ્વારા એજન્ડાની બજવણી કરાતી નથી, ૩ સભ્યોને બોલાવી સભા ભરે છે, પરંતુ ૩ સભ્યો કોરમમાં નથી, મનસ્વીપણે સભ્યો સાથે ગેરવતૅણુક કરાઇ છે,તલાટી-સરપંચ મોટું કૌભાંડ છુપાવવા માંગે છે,સભા રદ્દ કરી ફરીથી બોલાવવામાં આવે, ગ્રામપંચાયતનાં તમામ દફ્તરો જપ્ત કરવામાં આવે, ૨૦૧૯ થી સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. સાડા ત્રણ વષૅથી ઠરાવ બુક બતાવવામાં આવતી નથી. દફતર ચકાસણીમાં ગેરરીતિઓ જણાઈ તો ગ્રામ પંચાયતને સુપર સીડ કરવામાં આવે તેવી માંગ સાથે ડે.સરપંચ સાકરીયા રૂપસીંગ વસાવા, સભ્ય રાયસિંગ અમરસીંગ વસાવા, સુરતાબેન ચંદ્રસિંગ વસાવા, રશ્મિતાબેન કમલેશભાઈ વસાવા અને અજયભાઇ રેવીદાસ વસાવાએ નેત્રંગ ટીડીઓ, ભરૂચ ડીડીઓ અને સાંસદ મનસુખભાઈ વસાવાને લેખિત રજુઆત કરીને ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરતા પીંગોટ ગ્રામજનો સહિત વહીવટીતંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. સરપંચ પીંગોટ ગ્રામ પંચાયતનાં ડે.સરપંચ સહિતનાં તમામ સભ્યોને એજન્ડા આપવામાં આવે છે,પરંતુ સહી કરતાં નથી અને મિટીંગમાં આવીને સહી કરીશું તેવું કહે છે. મિટીંગનાં દિવસેે ગેરહાજર રહે છે, જેથી એજન્ડા ટપાલ મારફતે મોકલવામાં આવે છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસે રૂ ૯૬૦૦૦ ની કિંમત નો વિદેશી દારૂ ઝડપ્યો ….

ProudOfGujarat

વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 69 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.

ProudOfGujarat

ઝરણાવાડી નજીક ટ્રક કન્ટેનર ચાલકે પીકઅપને સામેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!