પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દેશ-દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે,ગરીબ-મધ્યમવગૅનાં લોકો માટે ધંધા-રોજગાર બંધ થઇ જતાં ખાવાના ફાંફા પડી રહ્યા છે,આવા કપરા કાળમાં જીવન થોડું અટકે છે,વિવિધ પ્રકારનાં નિયંત્રણો સાથે અનલોક કરવાની સરકારની જાહેરાત સાથે જનજીવન રાબેતા મુજબ પુવૅરત કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. લોકો પણ ઉભી થયેલી પરિસ્થિતિને પ્રાથમિકતા આપતા પોતાના પ્રસંગો અને જવાબદારી નિભાવવાનું શરૂ કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાની મોતિયા પ્રાથમિકતા શાળાની શિક્ષીકા અને બારડોલી તાલુકાનાં વાંસકુઇ ગામના જયેશભાઇ લાલભાઇ ચૌધરીની દીકરી રીનલબેન ચૌધરીનો પોતાના વતન વાંસકુઇ ગામે સાદાઇથી લગ્નપ્રસંગ યોજાયો હતો,કાનુની નિયંત્રણોને કારણે પ્રશાસનની પુવૅ મંજુરી લઇને આ લગ્નપ્રસંગ સારી રીતે પાર પાડ્યો હતો. સાદાઇ પુવૅક થયેલા લગ્નની વિશેષતા એ હતી કે,સમાજને પયૉવરણ બચાવવાના મહત્વના ભાગરૂપે સમાજીક વનીકરણ વિભાગ મોતિયા.તા નેત્રંગના સહયોગથી લગ્નપ્રસંગમાં આવનાર-ભાગ લેનાર અને સગાસબંધીઓને એક-એક ફળાઉ વૃક્ષના રોપાને ભેટ આપી હતી,અને આશિવૉદમાં પોતાના ઘરઆંગણે રોપાનો ઉછેર કરવાની વિનંતી કરી હતી,સોનામાં સુગંધ જેવા સામજીક સંદેશો ઉદાહરણીય અને પ્રેરણાદાયી કાયૅ કયુૅ છે. જ્યારે લગ્નના બંધને બંધાઇ રહેલી શિક્ષકાએ જણાવ્યું હતું કે,પયૉવરણ બચાવાનાં સંદેશ સાથે થનારા મારા લગ્ન માટે મોતિયા નસૅરીનાં સ્ટાફની વિષેશ આભારી છે,મારા લગ્નને માન આપી ઠેક મોતિયાથી મારા ઘર સુધી ફળાઉ રોપાનાં છોડ પહોંડવા ભારે કમર કસી છે.
નેત્રંગની શિક્ષકાએ પોતાના લગ્નમાં સગા-સબંધીઓને ફળાઉ કલમ આપી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
Advertisement