Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

ભાજપની મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં રોજેરોજ કરતાં ભાવ વધારાનો વિરોધ સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે. ગુજરાત તેમજ ભરૂચ-નર્મદા જીલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આજરોજ નેત્રંગ ખાતે કોંગ્રેસી કાર્યકરો આ ભાવ વધારાનાં વિરોધમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી અને નેત્રંગ ચોકડી ખાતે વિરોધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

સાથે ગળામાં પ્લે કાર્ડ પહેરી ટ્રેકટર ખેંચી, ઊંટ લારી પર બેસી કોંગી કાર્યકરોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો તથા તાલુકા સેવા સદનનાં ગેટ ઉપર જ પોસ્ટરો પણ સળગાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતા જતા ભાવ વધારા સામે મોંઘવારી રૂપી રાવણનું દહન કરાયુ.

ProudOfGujarat

ગોધરા : પાલિકાતંત્ર આજે ખાનગી એજન્સી સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફસફાઈ કરાવશે.

ProudOfGujarat

રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલમાં મંજુર થયેલ તબીબો,અન્ય મહેકમની જગ્યાઓ પુરતી સંખ્યામાં ભરતી કરવા પી.ડી.વસાવાની રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!